Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૨ માર્ગણાસ્થાનોમાં મોહનીયના સંવેધભાંગા (૧) નરકગતિ - ૧ થી ૪ ગુણસ્થાનક છે. ૨૨ - ૨૧ - ૧૭ એમ ત્રણ બંધસ્થાનક, અનુક્રમે ૬ - ૪ - ૨ કુલ ૧૨ બંધભાંગા, ૧૦ - ૯ - ૮ - ૭ - ૬ એમ કુલ પાંચ ઉદયસ્થાનક. નારકીમાં માત્ર નપુંસકવેદનો જ ઉદય હોવાથી ચોવીશીને બદલે બધે અષ્ટક જાણવા. સત્તાસ્થાનક ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૨ - ૨૧ એમ કુલ ૬ જાણવા. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં વર્તતા જીવો જો અનંતાનુબંધીની વિસંયોજના કરે તો ચારે ગતિના જીવો કરે છે. પણ ઉપશમ સમ્યકત્વમાં વર્તતા જીવો જો અનંતાનુબંધીની વિસંયોજના કરે તો શ્રેણીના પ્રારંભિક મનુષ્ય જ કરે છે. તથા ક્ષાયિક પામતા મનુષ્ય પૂર્વબદ્ધાયુષ્ક હોય તો સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરતાં કરતાં છેલ્લા ગ્રાસે મરીને ચારે ગતિમાં જાય છે. તેથી નરકમાં ૨૨ - ૨૧ ની સત્તા સંભવે છે.
- ૨૨ના બંધે ૬ બંધભાંગ, ૧૦ - ૯ - ૮ - ૭ એમ ચાર ઉદયસ્થાનક, અનુક્રમે ૧ - ૩ - ૩ - ૧ કુલ ૮ અષ્ટક, ૬૪ ઉદયભાંગા, અનુક્રમે ૭ - ૨૪ - ૨૭ - ૧૦ = ૬૮ ઉદયપદ અને ૬૮ ૪ ૮ = ૫૪૪ પદવૃંદ થાય છે. સત્તાસ્થાનક અનંતાનુબંધીવાળા ૪ અષ્ટકમાં ૨૮ - ૨૭ - ૨૬ અને અનંતાનુબંધી વિનાના ૪ અષ્ટકમાં માત્ર ૨૮ ની જ સત્તા હોય છે.
૨૧ના બંધે ૪ બંધભાંગા ૭ - ૮ - ૯ ત્રણ ઉદયસ્થાનક, અનુક્રમે ૧ - ૨ - ૧ કુલ ૪ અષ્ટક, ૩૨ ઉદયભાંગા, અનુક્રમે ૭ - ૧૬ - ૯ એમ ૩૨ ઉદયપદ, ૩૨૪૮ = ૨૫૬ પદવૃંદ તથા ચારે અષ્ટકમાં ૨૮ની માત્ર એક જ સત્તા હોય છે.
૧૭ના બંધે ૨ બંધભાંગા, ૬ - ૭ - ૮ - ૯ ચાર ઉદયસ્થાનક, અનુક્રમે ૧ - ૪ - ૫ - ૨ કુલ ૧૨ અષ્ટક, ૯૬ ઉદયભાંગા હોય છે. અનુક્રમે ૬ - ૨૮ - ૪૦ - ૧૮ કુલ ૯૨ ઉદયપદ અને ૯૨૪૮ = ૭૩૬ પદવૃંદ થાય છે. સત્તાસ્થાનક મિશ્રમોહનીયના ઉદયવાળા ત્રીજે ગુણઠાણે સંભવતા ૪ અષ્ટકમાં ૨૮ - ૨૭ - ૨૪ હોય છે. ક્ષાયોપશમિક સમ્યકત્વવાળા ૪ અષ્ટકમાં ૨૮ - ૨૪ - ૨૨ એમ ૩ સત્તાસ્થાનક હોય છે. ક્ષાયિક અને ઉપશમ સમ્યકત્વવાળા ૪ અષ્ટકમાં ૨૮-૨૧ એમ બે બે સત્તાસ્થાનક હોય છે. અહીં ઉપશમ સમ્યકત્વ પ્રાથમિક હોય છે. શ્રેણીસંબંધી હોતું નથી. માટે ૨૪ની સત્તા ત્યાં ન ઘટે, ક્ષાયિક પામીને પૂર્વબદ્ધાયુષ્ક નરકમાં આવે તો અથવા નરકમાં ક્ષાયિકની સમાપ્તિ કરે તો ૨૧ ની સત્તા ઘટી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org