Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
નામકર્મ-લેશ્યામાર્ગણા
૩૫૭ ૧ એમ ૧૭, ૨૭ના ઉદયે પણ આજ પ્રમાણે ૧૭, તથા દેવતાના ૮ અને નારકનો એક એમ કુલ ૨૬, ૨૮ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ૨, વૈક્રિયા તિર્યંચના ૧૬, દેવતાના ૧૬, અને નારકનો ૧ આ ૪૪ તેમજ પર્યાપ્ત ચઉરિજિયના ૨, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, મનુષ્યના પ૭૬ એમ (૧૧૯૮) અગિયારસો અટ્ટાણું, ૨૯ના ઉદયે પણ વૈક્રિય તિર્યંચ આદિના ૪૪, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન, મનુષ્યના પ૭૬, પર્યાપ્ત ચઉરિન્દ્રિયના ૪ એમ (૧૭૭૬) સત્તરસો છોતેર. ૩૦ના વૈક્રિય તિર્યંચના ૮, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૭૨૮) સત્તરસો અઠ્ઠાવીશ, સામાન્ય મનુષ્ય ૧૧૫૨, વૈક્રિય મનુષ્યનો ૧, આહારકનો ૧, દેવતાના ૮ અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયના ૬ એમ (૨૦૦૪) ઓગણત્રીશસો ચાર, ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન અને ચઉરિન્દ્રિયના ૪ એમ (૧૧૫૬) અગિયારસો છપ્પન એમ છએ ઉદયસ્થાનના કુલ (૭૦૭૭) સાત હજાર સત્યોતેર ઉદયભાંગા હોય છે.
પરંતુ કેટલાએક આચાર્ય મહારાજાઓ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ ચક્ષુદર્શન માને છે. તેથી તેઓના મતે ૨૫ આદિ પ્રથમનાં ૩ ઉદયસ્થાન ઉત્તરશરીરીની અપેક્ષાએ અને ર૯ આદિ ૩ ઉદયસ્થાનો યથાસંભવ ઉત્તરશરીરી તેમજ મૂળ શરીરી ચારે ગતિના જીવોની અપેક્ષાએ ઘટે છે. પરંતુ આ મતે ૨૫ના ઉદયે પહેલાં બતાવ્યા પ્રમાણે ૧૭, ૨૭ના ઉદયે પણ આજ ૧૭, ૨૮ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૯, અને આહારકના ૨ એમ ૨૭, ર૯ના ઉદયે પણ આ ૨૭ તેમજ દેવોના સ્વરવાળા ૮ અને નારકનો ૧ એમ ૩૬, ૩૦ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યનો ૧ આહારકનો ૧, દેવતાના ૮, પંચેન્દ્રિય તિર્યંચના સ્વરવાળા (૧૧૫૨) અગિયારસો બાવન, મનુષ્યના (૧૧૫૨) અગિયારસો બાવન અને ચઉરિન્દ્રિયના સ્વરવાળા ૪ એમ (૨૩૨૬) ત્રેવીસસો છવ્વીશ, ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન અને ચઉરિન્દ્રિયના ૪ એમ (૧૧૫૬) અગિયારસો છપ્પન એમ કુલ (૩૫૭૯) ત્રણ હજાર પાંચસો ઓગણએશી ઉદયભાંગા અને ૯ - ૮ અને ૭૮ વિના શેષ ૯, સત્તાસ્થાનો હોય છે.
૭૮ નું સત્તાસ્થાન તેઉકાય-વાયુકાયમાંથી આવેલા ચઉરિદ્રિય વગેરે તિર્યંચોમાં પણ શરીર પયામિ પૂર્ણ થયા પહેલાં હોય છે. પરંતુ ચક્ષુદર્શન ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા પછી જ હોય છે. તેથી ૭૮ના સત્તાસ્થાનનું વર્જન કરેલ છે.
અવધિ તથા કેવળ દર્શન અનુક્રમે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રમાણે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org