Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬૦
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે. ત્રીજા કર્મગ્રંથની ગાથા ૨૩ પ્રમાણે તિર્યંચ પ્રાયોગ્ય બંધનો પણ નિષેધ છે. જો કે ૬ થી ૮મા દેવલોક સુધીના દેવો પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે છે. અને તેઓને શુક્લલેશ્યા છે એમ તૃતીય કર્મગ્રંથ ગાથા ૧૨ માં બતાવેલ છે. પરંતુ તેઓને અત્યંત મંદ શુક્લલેશ્યા હોય છે. તેથી તેની વિવક્ષા કરી હોય તેમ લાગતું નથી અથવા તો મતાંતર પણ કહી શકાય. તત્ત્વ તો બહુશ્રુતો જાણે.
શુક્લલેશ્યા તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. તેથી ૨૮ થી ૧ સુધીનાં ૫ બંધસ્થાનો હોય છે. ત્યાં ૨૮ના બંધના દેવપ્રાયોગ્યના ૮, ૨૯ના બંધના મનુષ્ય પ્રાયોગ્યના (૪૬૦૮) છેતાલીશસો આઠ અને જિનનામ સહિત દેવપ્રાયોગ્યના ૮ એમ (૪૬૧૬) છેતાલીશસો સોળ, ૩૦ના બંધના જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના ૮ અને આહારકદ્ધિક સહિત દેવપ્રાયોગ્યનો ૧ એમ ૯, અને ૩૧ તથા ૧ના બંધનો ૧ - ૧ એમ પાંચે બંધસ્થાનના (૪૬૩૫) છેતાલીશસો પાંત્રીશ બંધભાંગા હોય છે. બીજા મત પ્રમાણે પદ્મલેશ્યામાં બતાવ્યા મુજબ (૧૩૮૫૦) તેર હજાર આઠસો પચાસ બંધભાંગા હોય છે.
૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી અને તેઓને આ લેશ્યા હોતી નથી. તેમજ ૯ અને ૮ નું ઉદયસ્થાન ૧૪મા ગુણસ્થાનકે જ હોય છે. અને ત્યાં લેશ્યાનો જ અભાવ હોય છે. તેથી ૨૪ - ૯ અને ૮ વિના શેષ ૯ ઉદયસ્થાનો હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ૪, નારકના ૫, ૯ તથા ૮ના ઉદયના ૧ ૧ એમ ૧૧૯ વિના (૭૬૭૨) સાત હજાર છસો બ્યોંતેર ઉદયભાંગા હોય છે.
-
૭૮ અને ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે સંભવતાં ૯ તેમજ ૮ આ ૩ વિના શેષ ૯ સત્તાસ્થાનો હોય છે.
ભવ્ય માર્ગણા :
ભવ્યમાં સર્વભાવોનો સંભવ હોવાથી નામકર્મનાં બંધસ્થાનાદિક તથા બંધભાંગા વગેરે સર્વે હોય છે.
અભવ્ય માર્ગણા : આ માર્ગણામાં બંધસ્થાનાદિક સર્વે મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રમાણે જ છે. પરંતુ સત્તાસ્થાન ૮૮ - ૮૬ ૮૦ અને ૭૮ આ ૪ હોય છે. જિનનામની સત્તાવાળું ૮૯ નું અને આહારકની સત્તાવાળું ૯૨ નું સત્તાસ્થાનક ઘટતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org