Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ)
૩૬૨
૨૫- ૨૭
હોય છે. અને દેવોના મૂળ શરીરના ૨૧ ૨૮ આ ૪ ઉદયસ્થાનના ૮ - ૮ એમ ૩૨ ઉદયભાંગા અધિક થાય, અથવા ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વી કાળ કરી અનુત્તર વિમાનમાં જ જાય તો ત્યાં દુર્ભાગ્ય, અનાદેય, અપયશનો ઉદય સંભવતો નથી. માટે ૨૧, ૨૫, ૨૭, ૨૮ એ ચાર ઉદયસ્થાનના પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા માત્ર ચાર ભાંગા અધિક થાય, તેથી કુલ ૩૪૯૭ અથવા ૩૪૬૯ ઉદયભાંગા થાય અને તેમાં ઉત્તર વૈક્રિય શરીરના દેવો વગેરેના ૩૨ ભાંગા અધિક લઈએ તો ૩૫૨૯ અથવા ૩૫૦૧ ઉદયભાંગા આવે, એમ કુલ ૬ રીતે ઉદયભાંગા ગણવા ઠીક લાગે છે.
-
-
પરંતુ ગુજરાતી પુસ્તકોમાં કેટલાએક પંડિતોએ તેથી બીજી રીતે પણ ઉદયભાંગા ગણાવેલ છે. પરંતુ તે બહુ જ વિચારણીય લાગે છે. જિજ્ઞાસુઓએ તેનો વિશેષ વિચાર બહુશ્રુતો પાસેથી જાણવો. અને અહીં ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાનો હોય છે.
ક્ષાયિક સમ્યક્ત્વ ઃ આ સમ્યક્ત્વમાં અવધિજ્ઞાન પ્રમાણે ૨૮ આદિ ૫ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા હોય છે. અને માત્ર એકેન્દ્રિયમાં જ સંભવતા ૨૪ વિના શેષ ૧૧ ઉદયસ્થાનો હોય છે.
Jain Education International
આ સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર કેવળીના કાળમાં પ્રથમ સંઘયણી મનુષ્યો જ હોય છે. પરંતુ બદ્ઘાયુ આ સમ્યક્ત્વ પામે તો ત્રીજા અથવા ચોથા ભવે મોક્ષમાં જાય તેથી ૨૧ વગેરે અપર્યાપ્ત સંબંધી ઉદયસ્થાનો અને ઉદયભાંગા પણ ઘટી શકે છે, પરંતુ જો બદ્ઘાયુ જીવ ક્ષાયિક પામી મૃત્યુ પામીને મનુષ્ય અથવા તિર્યંચમાં જાય તો યુગલિકમાં જ જાય અને ત્યાંથી ત્રીજા ભવે દેવમાં જઈ ચોથા ભવે પ્રથમ સંઘયણવાળા મનુષ્ય થઈને જ મોક્ષમાં જાય અને બદ્ધાયુ જો દેવ અથવા નરકમાં જાય તો ત્યાંથી કાળ કરી ત્રીજા ભવે મનુષ્ય થઈ મોક્ષે જાય. માટે આ ૩ અથવા ૪ ભવની અપેક્ષાએ દરેક ઉદયસ્થાનોમાં પ્રથમ સંઘયણના જ ઉદયભાંગા હોય છે. અને યુગલિક મનુષ્ય-તિર્યંચમાં જાય તો ત્યાં પણ દેવોની જેમ દુર્ભાગ-અનાદેય અને અયશ સિવાય બીજી કોઈ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. તેથી ૨૧ના ઉદયના મનુષ્યના ૮, ૨૬ના ઉદયે એ જ આઠને ૬ સંસ્થાને ગુણતાં ૪૮, અને ૨૮ના ઉદયે તેને બે વિહાયોગતિએ ગુણતાં ૯૬, ૨૯ના ઉદયના પણ આજ ૯૬, ૩૦ના ઉદયે ૯૬ને બે સ્વરે ગુણતાં ૧૯૨, એમ મનુષ્યના ત્રીજા અથવા ચોથા ભવની અપેક્ષાએ કુલ (૪૪૦) ચારસો ચાલીસ, વૈક્રિય મનુષ્યના ૩૫, આહારકના ૭, અને કેવળીના ૮ એમ મનુષ્યગતિના કુલ (૪૯૦) ચારસો નેવું ઉદયભાંગા અને દેવોના ૬૪ તથા દેવોની જેમ યુગલિક તિર્યંચના ૬૪ અને નારકના ૫ એમ ચારે ગતિનાં ૧૧ ઉદયસ્થાનમાં કુલ ૬૨૩ ઉદયભાંગા હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org