Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬૩
નામકર્મ-સંજ્ઞી-આહારીમાર્ગણા
પૂ. દુપ્પસહસૂરિજીની જેમ પાંચ ભવ કરનારના ક્ષાયિક સમ્યકત્વની વિવક્ષાએ તેથી વધારે ભાંગા પણ ઘટે. તે સ્વયં વિચારી લેવા, પહેલા ગુણસ્થાનકે જ સંભવતાં ૮૬ અને ૭૮ વિના ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાનો હોય છે.
સંજ્ઞી માર્ગણા : સંજ્ઞીમાં ર૩ આદિ ૮ બંધસ્થાન, ૧૩૯૪૫ તેર હજાર નવસો પીસ્તાલીસ બંધભાંગા અને કેવળીને સંજ્ઞી ગણીએ તો માત્ર એકેન્દ્રિયમાં સંભવતા ૨૪ વિનાનાં ૧૧ ઉદયસ્થાનો અને એકેન્દ્રિયના ૪૨, વિકસેન્દ્રિયના ૬૬ એમ ૧૦૮ વિના શેષ (૭૬૮૩) સાત હજાર છસો વ્યાસી ઉદયભાંગા હોય છે અને કેવળીને સંજ્ઞીમાં વિવેક્ષા ન કરીએ તો ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતના ૮ ઉદયસ્થાન અને કેવળીના ૮ ભાંગા વધારે બાદ કરતાં (૭૬૭૫) સાત હજાર છસો પંચોતેર ઉદયભાંગા થાય છે.
સત્તાસ્થાન કેવળીને સંજ્ઞી ગણીએ તો ૧૨ અને ન ગણીએ તો ૯ તેમજ ૮ વિના ૧૦ સત્તાસ્થાનક હોય છે.
અસંશી માર્ગણા : તિર્યંચ ગતિની જેમ ૨૩ આદિ ૬ બંધસ્થાન અને (૧૩૯૨૬) તેર હજાર નવસો છવ્વીશ બંધભાંગા તેમજ ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં ૯ ઉદયસ્થાનો હોય છે. ઉદયભાંગા એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત અસંજ્ઞી મનુષ્યના ૨૧ તેમજ ૨૬ના ઉદયના ૨ એમ ૧૧૦ અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચના બેઈન્દ્રિયની જેમ ૨૨ એમ સર્વ મળી ૧૩૨ ઉદયભાંગા હોય છે.
અહીં કેટલાએક ગ્રંથોમાં પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયની જેમ દરેક પરાવર્તમાન પ્રકૃતિઓનો ઉદય પણ બતાવેલ છે, માટે તે મત પ્રમાણે ગણીએ તો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની જેમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના પણ (૪૯૦૬) ચાર હજાર નવસો છે અને પૂર્વોક્ત એકેન્દ્રિયાદિકના ૧૧૦ એમ (૨૦૧૬) પાંચ હજાર સોળ ઉદયભાંગા પણ હોય છે. અને તિર્યંચ ગતિ પ્રમાણે ૯૨ વગેરે ૫ સત્તાસ્થાનો હોય છે.
આહારી માર્ગણા : આહારી માર્ગણામાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસો પીસ્તાલીશ બંધભાંગ હોય છે અને ૨૦ નું કેવળી સમુદ્યામાં કાર્પણ કાયોયોગે વર્તતાને તથા ૨૧ નું ઉદયસ્થાન કેવળ કાર્મણ કાયયોગમાં વર્તતા જીવોને વિગ્રહગતિમાં તેમજ કેવળી સમુઘાતમાં ત્રીજા-ચોથા અને પાંચમા સમયે જ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org