Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૪૨
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ૪ - ૪ હોવાથી ૧૬ એમ કુલ ર૯. ૨૬ ના ઉદયે સૂમ-બાદર પર્યાપ્ત પ્રત્યેક અયશવાળા ૨ માં ૫ - ૫ માટે ૧૦, વૈક્રિય વાયુકાયના ૧ માં ૩, અને શેષ ૧૦ માં ૭૮ વિના ૪ - ૪ તેથી ૪૦ એમ કુલ પ૩, ૨૭ના ઉદયે છએ ભાંગામાં ૭૮ વિના ૪ - ૪ તેથી ૨૪ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૮૪ થાય છે. આ વિષય સામાન્ય સંવેધમાં સમજાવેલ છે.
૨૫ આદિ શેષ ચારે બંધસ્થાનોનો સંવેધ પણ આ એકેન્દ્રિય માર્ગણા હોવાથી એજ પ્રમાણે જાણવો.
વિકલેજિયની ૩ માર્ગણા : એકેન્દ્રિય માર્ગણામાં બતાવ્યા મુજબ અહીં પણ ૨૩ આદિ ૫ બંધસ્થાનક અને (૧૩૯૧૭) તેર હજાર નવસો સત્તર બંધભાંગા હોય છે. અને વિકલેન્દ્રિયનાં પોતાનાં ૨૧ - ૨૬ અને ૨૮ થી ૩૧ પર્યંતનાં ૬ ઉદયસ્થાનો અને દરેકના ૨૨ - ૨૨ ઉદયભાંગા છે. સામાન્યથી સત્તાસ્થાન તિર્યંચગતિ પ્રમાણે ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ અને ૭૮ આ ૫ હોય છે.
સંવેધ : ૨૩ના બંધે ૨૧ આદિ પોતાનાં ૬ ઉદયસ્થાન અને દરેકના ૨૨ - ૨૨ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ આદિ ૫, અને ૨૧ તથા ૨૬ના ઉદયે ૫ - પ ઘટતાં હોવાથી ૧૦, અને ૨૮ આદિ ૪ ઉદયસ્થાનોમાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયેલ હોવાથી ૭૮ વિના ૪ - ૪ તેથી ૧૬ એમ ઉદયસ્થાન ગુણિત સર્વ સત્તાસ્થાનો ૨૬ હોય છે.
ઉદયભંગવાર વિચારીએ તો બેઈન્દ્રિયના ર૧ના ૩ માં ૫ - ૫ તેથી ૧૫, એજ પ્રમાણે ૨૬ માં પણ ત્રણે ભાંગે ૫ - ૫ હોવાથી ૧૫, ૨૮ના બંને ભાંગામાં ૭૮ વિના ૪ - ૪ તેથી ૮, ૨૯ના ૪ ઉદયભાંગામાં આજ ૪ - ૪ માટે ૧૬, ૩૦ના ૬ માં પણ આજ ૪ - ૪ તેથી ૨૪, અને ૩૧ના ૪ માં પણ આ ૪ તેથી ૧૬ એમ બેઈન્દ્રિયમાં ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૯૪ થાય છે. તે જ પ્રમાણે તેઈન્દ્રિયમાં અને ચઉરિન્દ્રિયમાં પણ ૯૪ - ૯૪ સત્તાસ્થાન જાણવાં.
૨૫ - ૨૬ - ૨૯ અને ૩૦ના બંધનો સંવેધ પણ આ જ પ્રમાણે હોવાથી ફરીથી બતાવેલ નથી.
પંચેન્દ્રિય માર્ગણા : આ માર્ગણામાં ચારે ગતિના જીવો હોવાથી ૨૩ આદિ ૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધમાંગા હોય છે. અને ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી તેને બાદ કરતાં શેષ ૧૧ ઉદયસ્થાન હોય છે. તેમજ એકેન્દ્રિયના ૪૨ અને વિકસેન્દ્રિયના ૬૬ એમ ૧૦૮ વિના શેષ (૭૬૮૩) સાત હજાર છસો વ્યાશી ઉદયભાંગા આ પંચેન્દ્રિય માર્ગણામાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org