Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 362
________________ નામકર્મ-કાય માર્ગણા ૩૪૯ પાંચે ઉદયસ્થાને મળી ૨૪ ઉદયભાંગા અને સત્તાસ્થાન સામાન્યથી ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ અને ૭૮ એમ પ છે. સંવેધ પૂર્વે સમજ્યાના અનુસાર જાણી લેવો. અકાયમાં આજ પ્રમાણે ૨૩ આદિ ૫ બંધસ્થાન, (૧૩૯૧૭) તેર હજાર નવસો સત્તર બંધભાંગા, ૨૧ આદિ ૫ ઉદયસ્થાનો અને ૯૨ આદિ ૫ સત્તાસ્થાનો હોય છે. પરંતુ અપૂકાયને આતપનો ઉદય ન હોવાથી ર૬ અને ૨૭ના ઉદયના આપવાળા ૨ - ૨ એમ ૪ ભાંગા ન હોવાથી ૨૧ના ૫, ૨૪ના ૫, ૨૫ના ૩, ૨૬ના ૫, ૨૭ના ૨ એમ ૨૦ ઉદયભાંગા હોય છે. તેઉકાયમાં ૨૩ આદિ ૫ બંધસ્થાન હોય છે. પરંતુ તેઉકાય અને વાયુકાય મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી. કેવળ તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે છે. તેથી બંધમાંગામાં ફેર પડે છે. ૨૩ના બંધના ૪, ૨૫ના બંધના અપર્યાપ્ત મનુષ્યના ૧ વિના ૨૪, ૨૯ના ૧૬, ૨૯ ના વિકસેન્દ્રિયના ૨૪ અને પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના (૪૬૦૮) છેતાલીશસો આઠ એમ (૪૬૩૨) છેતાલીશસો બત્રીશ અને એજ પ્રમાણે ૩૦ના બંધના પણ ૪૬૩૨, સર્વે મળીને ૫ બંધસ્થાનના બંધમાંગા ૯૩૦૮ થાય છે. તેઉકાય તથા વાયુકાયને આતપ તેમજ ઉદ્યોતનો ઉદય ન હોવાથી ૨૭ નું ઉદયસ્થાન હોતું નથી. માટે ૨૧ અને ૨૪ થી ૨૬ સુધીનાં ૪ ઉદયસ્થાનો હોય છે. આ જીવોને યશનો ઉદય પણ હોતો નથી. પરંતુ કેવળ અયશનો જ ઉદય હોય છે. તેથી ૨૧ના ઉદયના બાદર અને સૂક્ષ્મ પર્યાપ્ત-અપર્યાપ્તના અયશ સાથેના ૪ ભાંગા હોય છે. ૨૪ના ઉદયે પણ પ્રત્યેક નામકર્મના ઉદય સહિત આ ૪. ૨૫ના બાદરસૂમ પર્યાપ્ત પ્રત્યેકના અયશ સાથેના ૨, અને ૨૬ના પણ આ જ પ્રમાણે ૨ એમ કુલ ૧૨ ઉદયભાંગા અને ૯૨ આદિ ૫ સત્તાસ્થાન હોય છે. વાયુકાર્યમાં બંધસ્થાન આદિ સર્વે તેઉકાય પ્રમાણે જ હોય છે. પરંતુ ૨૪ - ૨૫ અને ૨૬ ના ઉદયે વૈક્રિય શરીર બનાવનાર વાયુકાયને બાદર પર્યાપ્ત પ્રત્યેક અયશનો ૧ - ૧ એમ ૩ ભાંગા અધિક હોવાથી ઉદયભાંગા ૧રને બદલે ૧૫ હોય છે. વનસ્પતિકાયમાં પૃથ્વીકાયની જેમ ૨૩ આદિ ૫ બંધસ્થાન અને (૧૩૯૧૭) તેર હજાર નવસો સત્તર બંધભાંગા તેમજ ૨૧ અને ૨૪ થી ૨૭ સુધીનાં એમ ૫ ઉદયસ્થાનો હોય છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. તેથી પ્રત્યેક વનસ્પતિ કાયમાં સૂમના પ્રત્યેક સાથેના ભાંગાઓ ઘટતા નથી. તેમજ આપનો ઉદય ન હોવાથી આપના ભાંગા પણ ઘટતા નથી, આ વાત ધ્યાનમાં રાખવી. ૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380