Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 366
________________ ૩૫૩ નામકર્મ-જ્ઞાનમાર્ગ પ્રભુના ૮ ભાંગા વિના (૭૭૮૩) સાત હજાર સાતસો ચાસી ઉદયભાંગા અને ૯૩ આદિ પ્રથમનાં ૧૦ સત્તાસ્થાનો હોય છે. જ્ઞાન માર્ગણા : મતિ-શ્રુત અને અવધિ એ ત્રણે જ્ઞાનમાં ૪ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. અને આ જ્ઞાનમાર્ગણાવાળા જીવો સમ્યગ્દષ્ટિ હોવાથી ર૩ - ૨૫ અને ૨૬ નું બંધસ્થાન તેમજ પંચેન્દ્રિય તિર્યંચ તથા નરક પ્રાયોગ્ય બંધ અહીં હોતો જ નથી તેથી ૨૮ થી ૧ સુધીનાં ૫ બંધસ્થાન અને ૨૮ના બંધે દેવ પ્રાયોગ્યના ૮, ૨૯ના બંધે જિનનામ સહિત દેવ પ્રાયોગ્યના ૮ અને મનુષ્ય પ્રાયોગ્યના ૮ એમ ૧૬, ૩૦ના બંધે જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના ૮ અને આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્યનો ૧ એમ ૯ અને ૩૧ તેમજ ૧ના બંધનો ૧ - ૧ એમ કુલ ૩૫ બંધભાંગા હોય છે. એકેન્દ્રિય તથા કેવળીને આ જ્ઞાનો ન હોવાથી તેઓને સંભવતાં ૨૪ - ૨૦ - ૯ અને ૮ આ ૪ વિના શેષ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાનો હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિકલેજિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચના ૪ અને કેવળીના ૮ એમ કુલ ૧૨૦ ઉદયભાંગામાં આ જ્ઞાનોનો સંભવ ન હોવાથી શેષ (૭૬૭૧) સાત હજાર છસો એકોતેર ઉદયભાંગા હોય છે. આ ત્રણે જ્ઞાનો ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી જ હોય છે. તેથી પહેલા ગુણસ્થાનકે જ ઘટતાં ૭૮ અને ૮૬ અને ચૌદમાના ચરમ સમયે જ સંભવતાં ૯ અને ૮ એમ ૪ વિના ૯૩ આદિ ૮ સત્તાસ્થાનો હોય છે. મન:પર્યવજ્ઞાન સંયમીને જ હોવાથી દેવ પ્રાયોગ્ય જ માત્ર ૨૮ આદિ ૪ અને ૧ નું એમ ૫ બંધસ્થાનો હોય છે. ત્યાં ૨૮ના ૮, ૨૯ના ૮, ૩૦નો ૧, ૩૧નો ૧ અને ૧નો ૧ એમ કુલ ૧૯ બંધમાંગા હોય છે. ઉદયસ્થાન : ઉત્તર શરીરી યતિ આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ સુધીનાં ૫ અને સ્વભાવસ્થ યતિ આશ્રયી ૩૦નું એક જ એમ ૫ ઉદયસ્થાનો હોય છે. અહીં ઉત્તરશરીરીને પરાવર્તમાન કોઈપણ અશુભ પ્રકૃતિનો ઉદય ન હોવાથી આહારકના જેમ ૭ છે. એ જ પ્રમાણે વૈક્રિય યતિના ૭ અને સ્વભાવસ્થ મુનિને ૩૦ના ઉદયે ૬ સંઘયણને ૬ સંસ્થાન સાથે ગુણતાં ૩૬, તેને બે વિહાયોગતિએ ગુણતાં ૭૨ અને બે સ્વરે ગુણતાં ૧૪૪, એમ પાંચે ઉદયસ્થાનના ૧૫૮ ઉદયભાંગા હોય છે. અને સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૪ અને ૧૩નો ક્ષય થવાથી આવતાં પછીનાં ૮૦ આદિ ૪ એમ ૮ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380