Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨૧
મોહનીયનું બાસટ્ટિયું-ગતિ-જાતિમાર્ગણા
૨૮ -
૨૧ ની સત્તા હોય છે. અહીં જે ક્ષાયિક સમ્યક્ત્વી જીવો છે. તે યુગલિક જ હોવાથી અને ત્યાં બે જ વેદ હોવાથી ૪ ચોવીશીને બદલે ૪ ષોડશક જાણવાં.
૧૩નો બંધ પાંચમા ગુણઠાણે છે. પાંચમું ગુણઠાણું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં જ હોય છે. યુગલિક તિર્યંચોમાં ચાર જ ગુણઠાણાં હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વી જીવો જો તિર્યંચમાં જાય તો નિયમા યુગલિકમાં જ જાય છે. તેથી ૧૩ના બંધે પાંચમે ગુણઠાણે તિર્યંચગતિમાં ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથી. પણ ઉપશમ સમ્યક્ત્વ હોઈ શકે છે. તેથી ૫ - ૬ - ૭ - ૮ કુલ ૪ ઉદયસ્થાનક, ૮ ઉદયચોવીશી, ૧૯૨ ઉદયભાંગા વગેરે જાણવું. સત્તાસ્થાનક પાંચમા ગુણઠાણે સમ્યક્ત્વ મોહનીયવાળી ૪ ચોવીશીમાં ૨૮-૨૪, અને સમ્યક્ત્વ મોહનીય વિનાની ૪ ચોવીશીમાં ફક્ત એક ૨૮નું જ સત્તાસ્થાનક હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વ ન હોવાથી ૨૧ ની સત્તા નથી.
(૩) મનુષ્યગતિ : બંધસ્થાનક ૧૦, બંધભાંગા ૨૧, ઉદયસ્થાનક નવે નવ, ઉદયભાંગા ૯૮૩, ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૬૯૪૭, સત્તાસ્થાનક ૧૫ વગેરે સામાન્ય સંવેધની જેમ જાણવાં. આ માર્ગણામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક હોવાથી મોહનીયના બધા જ ભાંગા વગેરે હોય છે.
૧૭,
(૪) દેવગતિ : ગુણસ્થાનક ૧ થી ૪, બંધસ્થાનક ૨૨ ૨૧ - બંધભાંગા ૬ - ૪ - ૨ = ૧૨, ઉદયસ્થાનક ૧૦/૯/૮/૭/૬, દેવોમાં પુરુષવેદ અને સ્ત્રીવેદ એમ બે જ વેદ હોવાથી ૨૪ ચોવીશીને બદલે ૨૪ ષોડશક, ૩૮૪ ઉદયભાંગા, ઉદયપદ ૧૦ આદિના ઉદયે અનુક્રમે ૧૦ - ૫૪ . - ૪૦ - ૪૨ ૬ કુલ ૧૯૨ હોય છે. પવૃંદ ૩૦૭૨ થાય છે. સત્તાસ્થાનક ૨૮/૨૭/૨૬/૨૪/૨૨/૨૧ કુલ ૬ હોય છે. ઉદયસ્થાનકવાર અને ઉદયભાંગાવાર સત્તાસ્થાનક નરકગતિની જેમ જાણવાં.
(૫ થી ૮) એકેન્દ્રિયાદિ ૪ જાતિમાર્ગણા : પહેલું-બીજું એમ બે ગુણસ્થાનક, ૨૨-૨૧ એમ ૨ બંધસ્થાનક, ૭ - ૮ - ૯ - ૧૦ એમ ૪ ઉદયસ્થાનક, માત્ર નપુંસકવેદનો જ ઉદય હોવાથી ચોવીસીને બદલે અષ્ટકો જાણવાં. અનંતાનુબંધીના ઉદય વિનાનો પહેલા ગુણઠાણે સંભવતો ૭ - ૮ - ૯ નો ઉદય આ માર્ગણામાં હોતો નથી. આ જીવો અનંતાનુબંધીની વિસંયોજના કરતા નથી. મનુષ્યગતિમાં વિસંયોજના કરીને પહેલા ગુણઠાણે આવેલા જીવો અનંતાનુબંધીના અનુદયકાલમાં મૃત્યુ પામતા નથી. આ કારણથી આ ચાર માર્ગણામાં અનંતાનુબંધીનો અનુદયકાળ હોતો નથી. તેથી પહેલા ગુણઠાણે ૧૦ના ઉદયે, ૧, ૯ ના ઉદયે ૨ અને આઠના ઉદયે ૧, એમ ૪ અષ્ટક તથા બીજા ગુણઠાણે ૯ - ८ - ૭ ના ઉદયે અનુક્રમે ૧ ૨ ૧ એમ ૪ અષ્ટક મળીને કુલ ૮ અષ્ટક, ૬૪ ઉદયભાંગા, ઉદયપદ ૧૦ આદિના ઉદયે અનુક્રમે ૧૦ ૨૭ - ૨૪ - ૭ મળીને કુલ ૬૮ થાય છે. આ ૬૮ ઉદયપદ
Jain Education International
-
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org