Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨૭.
મોહનીયનું બાસઢિયું-લેશ્યામાર્ગણા
(૪૫ થી ૪૯) કૃષ્ણાદિ પ્રથમની પાંચ લેશ્યા માર્ગણા : કૃષ્ણ-નીલ અને કાપોત આ પ્રથમની ૩ લેશ્યામાં પ્રતિપદ્યમાનને આશ્રયી ૧ થી ૪ ગુણસ્થાનક છે. પૂર્વ પ્રતિપનને આશ્રયી ૧ થી ૬ ગુણસ્થાનક છે. તેજો અને પવલેશ્યામાં પૂર્વ પ્રતિપન અને પ્રતિપદ્યમાન એમ બન્નેને આશ્રયી ૧ થી ૭ ગુણસ્થાનક છે. પ્રથમની ૩ લેશ્યામાં પૂર્વ પ્રતિપનને આશ્રયી ૬ ગુણસ્થાનક અને તેજો-પદ્યમાં ૭ ગુણસ્થાનકની વિવક્ષા કરીને અહીં સંવેધ લખેલ છે. પ્રતિપદ્યમાનને આશ્રયી સ્વયં સમજી લેવો.
૨૨ - ૨૧ - ૧૭ - ૧૩ - ૯ એમ પાંચ બંધસ્થાનક, તેના ૧૬ બંધભાંગા, ૧૦ - ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ એમ ૭ ઉદયસ્થાનક, પૂર્વે કહ્યા મુજબ ૪૦ ચોવીશી, ૯૬૦ ઉદયભાંગા, ૨૮૮ ઉદયપદ, ૬૯૧૨ પદછંદ, અને પ્રથમની ત્રણ લેશ્યામાં ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૨ - ૨૧ કુલ ૬ સત્તાસ્થાનક તથા તેજો પઘમાં ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ એમ કુલ ૭ સત્તાસ્થાન જાણવાં. કારણ કે કૃષ્ણ-નીલ-કાપોત- લેશ્યા હોતે છતે ક્ષાયિક સમ્યકત્વ પામી શકાતું નથી. તેથી તે ત્રણ લેશ્યામાં ર૩નું સત્તાસ્થાનક હોતું નથી. સમ્યકત્વ મોહનીયનો અંતિમ ગ્રાસ વેદતાં વેદતાં ચારે ગતિમાં જીવ જાય છે. અને વેશ્યા પણ બદલાય છે. તેથી ૨૨ - ૨૧ નું સત્તાસ્થાન આ ત્રણ લેશ્યામાં હોઈ શકે છે. તેજોપાલેશ્યા શુભ હોવાથી સાતે સત્તાસ્થાનક હોય છે. ૨૨ આદિના બંધવાર સંવેધ સામાન્ય સંવેધની જેમ જાણવો.
(૫૦) શુક્લલેશ્યા માર્ગણા : આ લેગ્યામાં ૧ થી ૧૩ ગુણસ્થાનક છે. તેથી મોહનીયકર્મનું તમામ ચિત્ર ઘટી શકે છે. માટે મૂલ ગાથા ૧૨ થી ૨૫માં કહ્યા પ્રમાણે જાણી લેવું.
(૫૧) ભવ્ય માર્ગણા : આ માર્ગણામાં ૧ થી ૧૨ અથવા ૧ થી ૧૪ ગુણસ્થાનકો છે. તેથી અહીં પણ મોહનીયનો મૂલગાથા ૧૨ થી ૨૫ માં કહ્યા પ્રમાણે સામાન્ય સંવેધ ઘટી શકે છે.
(૫૨) અભવ્ય માર્ગણા : માત્ર પહેલું જ ગુણસ્થાનક, ૨૨નો બંધ, ૬ બંધમાંગા, ૮ - ૯ - ૧૦ કુલ ૩ ઉદયસ્થાનક, ૧ - ૨ - ૧ કુલ ૪ ચોવીશી, ૯૬ ઉદયભાંગા, અનુક્રમે ૮ - ૧૮ - ૧૦ = ૩૬ ઉદયપદ, ૮૬૪ પદવૃંદ અને માત્ર ૨૬નું ૧ જ સત્તાસ્થાનક. અભવ્ય જીવો સમ્યકત્વ પામતા નથી. તેથી સમ્યકત્વના પ્રભાવે થનારી સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીયની સત્તા ઘટતી નથી. માટે ૨૭ - ૨૮ ની સત્તા નથી. તથા અનંતાનુબંધીના ઉદય વિનાની ૪ ચોવીશી તથા તેના ઉદયભાંગા વગેરેનો આ જીવોમાં સંભવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org