Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મોહનીયનું બાસટ્ટિયું ચારિત્રમાર્ગણા
૩૨૫ હોય છે. ઉદયપદ ૪૪ ચોવીશી, અને પદવૃંદ ૪૪ x ૨૪ = ૧૦૫૬ + દ્વિકોદયનાં ૨૪, એકોદયનાં ૧૧ મળીને ૧૦૯૧ થાય છે. મતિજ્ઞાનાદિની જેમ ૨૭ - ૨૬ વિના બાકીનાં ૧૩ સત્તાસ્થાનક જાણવાં. સંવેધ સામાન્ય સંવેધની જેમ જ જાણવો.
(૩૦) કેવલજ્ઞાન માર્ગણા : આ માર્ગણામાં મોહનીય કર્મનાં બંધસ્થાનાદિ કંઈ હોતાં નથી.
(૩૧-૩૨-૩૩) મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાન : ત્રીજા કર્મગ્રંથની ગાથા ૧૮મીમાં અને ચોથા કર્મગ્રંથની ગાથા ૨૦મીમાં “તિ મનાપતિને” આ પદમાં ત્રણે અજ્ઞાનમાં બે અથવા ત્રણ ગુણસ્થાનક કહ્યાં છે. તો પણ ત્રીજા કર્મગ્રંથની ગાથા ૧૯માં અને ચોથા કર્મગ્રંથની ગાથા ૨૧માં મતિજ્ઞાનાદિમાં ૪ થી ૧૨ ગુણસ્થાનક કહ્યાં છે. એટલે આ અજ્ઞાન માર્ગણામાં ત્રણ ગુણસ્થાનક સમજીને એટલે કે જ્ઞાનમાર્ગણા ચોથેથી હોવાથી ત્રીજે અજ્ઞાન જ છે એમ સમજીને આ સંવેધ લખાય છે.
- ૨૨ - ૨૧ - ૧૭ એમ ૩ બંધસ્થાનક, ૬ - ૪ - ૨ એમ કુલ ૧૨ બંધભાંગા, ૧૦ - ૯ - ૮ - ૭ એમ ૪ ઉદયસ્થાનક, ૨૨ના બંધે ૮ ઉદયચોવીશી, ૨૧ના બંધે ૪ ઉદયચોવીશી, અને ૧૭ના બંધે ત્રીજા ગુણઠાણે ૪ ચોવીશી એમ કુલ ૧૬ ચોવીશી, કુલ ૩૮૪ ઉદયભાંગા, ૬૮ - ૩૨ - ૩૨ કુલ ૧૩૨ ઉદયપદ, ૩૧૬૮ પદવૃંદ હોય છે. સત્તાસ્થાનક ૨૨ના બંધે અનંતાનુબંધી વિનાની ૪ ચોવીશીમાં એક ૨૮નું, અનંતાનુબંધીવાળી ૪ ચોવીશીમાં ૨૮ - ૨૭ - ૨૬. એમ ત્રણ ત્રણ, ૨૧ના બંધે ચારે ચોવીશીએ ૨૮નું એક જ, અને ૧૭ના બંધે ચારે ચોવીશીમાં ૨૮ - ૨૭ - ૨૪ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનક હોય છે.
(૩૪-૩૫) સામાયિક-છેદોપસ્થાનીય ચારિત્ર માર્ગણા : ગુણસ્થાનક ૬ થી ૯ હોય છે. તેથી તે ચાર ગુણસ્થાનકમાં સંભવતો સંવેધ અહીં સમજી લેવો. ૯-૫-૪૩-૨ -૧ એમ કુલ ૬ બંધસ્થાનક, ૭ બંધભાંગા, ૭-૬-૫-૪-૨-૧ કુલ ૬ ઉદયસ્થાનક, ૭ - ૬ - ૫ - ૪ ના ઉદયે ૬ - ૭ ગુણઠાણે અનુક્રમે ૧ - ૩ - ૩ - ૧ કુલ ૮ ઉદયચોવીશી (આઠમા ગુણઠાણે તેમાંની સમ્યકત્વ મોહનીયના ઉદય વિનાની ૪ ચોવીશી). દ્વિકોદયના ૧૨ ઉદયભાંગા, એકોદયના (દશમા ગુણઠાણાનો અખંધે ઘટતો ૧ ભાંગો છોડીને) ૧૦ ઉદયભાંગા હોય છે. ૪૪ ઉદયપદ, અને ૪૪ x ૨૪ = ૧૦૫૬ + ૨૪ + ૧૦ = ૧૦૦૦ પદવૃંદ થાય છે. ૨૭ અને ૨૬ વિનાનાં બાકીનાં ૧૩ સત્તાસ્થાનક જાણવાં. ૬ થી ૯ ગુણસ્થાનકની જેમ સંવેધ જાણવો.
(૩૬) પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાર્ગણા : છઠ્ઠ-સાતમું એમ ૨ ગુણસ્થાનક, તેને અનુસારે ૯નો એક બંધ, ૨ બંધભાંગા, ૪ - ૫ - ૬ - ૭ એમ ૪ ઉદયસ્થાનક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org