Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩૨
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ૩૦ના બંધનો સંવેધ : અહીં પણ ૫ ઉદયસ્થાન, ૫ ઉદયભાંગા, તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય સંવેધ સાથે વિચારીએ તો સામાન્યથી ૯૨ આદિ ૩ અને પાંચે ઉદયસ્થાનમાં ૩ - ૩ હોવાથી ઉદયસ્થાન તથા ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૧૫ હોય છે. પરંતુ ભિન્ન રીતે વિચારીએ તો જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે પાંચે ઉદયસ્થાને ૮૯નું ૧ જ અને તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધે ૯૨ - ૮૮ આ ૨ - ૨ સત્તાસ્થાનો હોય છે. તિર્યંચગતિ :
બંધસ્થાન : ૩૧ અને ૧નો બંધ માત્ર મનુષ્યગતિમાં મુનિઓને જ હોવાથી આ ૨ બંધ વિના શેષ ૨૩ થી ૩૦ સુધીનાં ૬ બંધસ્થાનો હોય છે. તિર્યંચો સામાન્યથી ચારે ગતિ પ્રાયોગ્ય બંધ કરી શકે છે. માટે દરેક બંધસ્થાનના બધા જ બંધભાંગા હોઈ શકે છે. પરંતુ આ જીવો જિનનામનો બંધ કરતા ન હોવાથી જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ના ૮ તેમજ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ અને આહારકદ્ધિક સહિત દેવપ્રાયોગ્ય ૩૦ના બંધનો ૧ એમ કુલ ૧૭ અને ૩૧ તથા ૧ ના બંધનો ૧ - ૧ એમ ૧૯ બંધમાંગા વિના શેષ (૧૩૯૨૬) તેર હજાર નવસો છવ્વીશ બંધમાંગા હોય છે.
ત્યાં ર૩ના બંધના ૪, ૨૫ ના બંધના ૨૫, ૨૬ના બંધના ૧૬, ૨૮ના ૯, ૨૯ના ૯૨૪૦ અને ૩૦ના બંધના ૪૬૩૨ કુલ ૧૩૯૨૬ બંધભાંગા હોય છે.
ઉદયસ્થાન : સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન હોય છે. અને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૪૯૦૬) ચાર હજાર નવસો છે, અને વૈક્રિય તિર્યંચના પદ-એમ નવે ઉદયસ્થાને મળી (૫૦૭૦) પાંચ હજાર સીતેર ઉદયભાંગા હોય છે.
ઉદયસ્થાનવાર ભંગ સંખ્યા : ર૧ના ઉદયે એકેરિયના ૫, વિકલેજિયના નવ પંચેન્દ્રિય તિર્યંચના ૯, એમ ૨૩, તથા ર૪ના ઉદયે એકેન્દ્રિયના ૧૧, ૨પના ઉદયે એકેન્દ્રિયના ૭, વૈક્રિય તિર્યચના ૮ એમ ૧૫, ૨૬ના ઉદયે એકેન્દ્રિયના ૧૩, વિકસેન્દ્રિયના ૯, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૨૮૯) બસો નેવ્યાસી એમ ત્રણસો
અગિયાર, ૨૭ના ઉદયે એકેન્દ્રિયના ૬, વૈક્રિય તિર્યંચના ૮ એમ ૧૪, ૨૮ના ઉદયે વિકલેન્દ્રિયના ૬, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬ એમ પાંચસો અટ્ટાણું, ૨૯ના ઉદયે વિકસેન્દ્રિયના ૧૨, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, વૈક્રિય તિર્યંચના ૧૬ એમ અગિયારસો એંશી, ૩૦ના ઉદયે વિકસેન્દ્રિયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org