Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩૦
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) (૬૦) અસંજ્ઞી માર્ગણા : આ માર્ગણામાં ૧ - ૨ ગુણસ્થાનક છે. આ માર્ગણામાં શરીરાકારે દ્રવ્યવેદ ત્રણે હોય છે. તો પણ ભોગની અભિલાષાત્મક વેદોદયરૂપ ભાવવંદની અપેક્ષાએ માત્ર નપુંસકવેદનો જ ઉદય હોય છે. તેથી ચોવીશીને બદલે અષ્ટક જાણવાં. એકેન્દ્રિય માર્ગણાને પણ આ જ બે ગુણસ્થાનક છે. તેથી અસંજ્ઞી માર્ગણામાં એકેન્દ્રિયની જેમ બંધસ્થાનક, બંધમાંગા, ઉદયસ્થાન વગેરે જાણવું.
(૬૧) આહારી માર્ગણા ગુણસ્થાનક ૧ થી ૧૩ છે. તેથી સામાન્ય સંવેધની જેમ સઘળું જાણવું.
(૬૨) અનાહારી માર્ગણા : અનાહારીપણું વિગ્રહગતિમાં, તેરમા ગુણઠાણે કેવલી સમુઠ્ઠાતમાં ૩ - ૪ - ૫ સમયે અને ચૌદમા ગુણઠાણે હોય છે. ત્યાં તેરમાચૌદમા ગુણઠાણે તો મોહનીયના કોઈ વિકલ્પો હોતા નથી. તેથી માત્ર વિગ્રહગતિમાં જ આવતા અનાહારીપણાને આશ્રયી મોહનીયનો સંવેધ જાણવો. ગુણસ્થાનક ૧ - ૨ - ૪ કુલ ૩ હોય છે. તેથી બંધસ્થાનક ૨૨ - ૨૧ - ૧૭ એમ ૩, બંધમાંગા ૬ + ૪ + ૨ = ૧૨, ઉદયસ્થાનક ૬ - ૭ - ૮ - ૯ - ૧૦ કુલ પાંચ હોય છે. પહેલા ગુણઠાણે ૨૨ના બંધે ૮ ચોવીશી છે. તેમાંથી અનંતાનુબંધીના ઉદયવાળી ૪ ચોવીશી અનાહારી માર્ગણામાં જાણવી. કારણ કે અનંતાનુબંધીના ઉદય વિના (ની ૪ ચોવીશીમાં વર્તતો) જીવ મૃત્યુ પામતો નથી. અને મૃત્યુ વિના અનાહારીપણું સંભવતું નથી. માટે ૨૨ના બંધે અનંતાનુબંધીવાળી ૪ ચોવીશી, ૨૧ના બંધે સાસ્વાદને સંભવતી ૪ ચોવીશી અને ૧૭ના બંધે માત્ર અવિરત સમ્યગ્દષ્ટિને સંભવતી ૮ ચોવીશી એમ કુલ ૧૬ ચોવીશી, ૩૮૪ ઉદયભાંગા, તથા ૧૦ - ૯ - ૮ - ૭ - ૬ ના ઉદયે અનુક્રમે ૧૦ - ૩૬ - ૪૮ - ૨૮ - ૬ એમ કુલ ૧૨૮ ઉદયપદ, ૩૦૭૨ પદવૃંદ હોય છે. સત્તાસ્થાનક આ પ્રમાણે જાણવાં ૨૨ના બંધે ૪ ચોવીશીમાં ૨૮ - ૨૭ - ૨૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનક, ૨૧ના બંધે ૪ ચોવીશીમાં માત્ર ૨૮નું જ સત્તાસ્થાનક, અને ૧૭ના બંધે સમ્યકત્વ મોહનીયના ઉદયવાળી ૪ ચોવીશીમાં ૨૮ - ૨૪ - ૨૨ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનક, તથા સમ્યકત્વ મોહનીય વિનાની ૪ ચોવીશીમાં ફક્ત એક ૨૧નું જ સત્તાસ્થાનક હોય છે. કારણ કે ત્યાં ક્ષાયિક સમ્યકત્વી જીવ જ સંભવે છે. ઉપશમ સમ્યકત્વી મૃત્યુ પામતો નથી. તેથી અનાહારીપણું આવતું નથી માટે ૨૮ - ૨૪ નાં સત્તાસ્થાન સંભવતાં નથી. શ્રેણી સંબંધી ઉપશમ સમ્યકત્વવાળો જીવ મૃત્યુ પામે છે અને દેવગતિમાં જાય છે. જો આ મત લઈએ તો સમ્યકત્વ મોહનીય વિનાની ૪ ચોવીશીમાં ૨૧ની સત્તા ઉપરાંત ૨૮ - ૨૪ ની સત્તા પણ હોઈ શકે છે.
૬૨ માર્ગણામાં મોહનીયનો સંવેધ સમાપ્ત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org