Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૩૬
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ)
૩૦ના જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના ૮ બંધભાંગા અહીં ઘટતા ન હોવાથી ૩૦ના બંધે ૪૬૪૧ના બદલે ૪૬૩૩ બંધભાંગા હોય છે. અને આઠે બંધસ્થાનના (૧૩૯૩૭) તેર હજાર નવસો સાડત્રીશ બંધભાંગા હોય છે.
ઉદયસ્થાન : ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી તેને બાદ કરતાં સામાન્ય મનુષ્યો, વૈક્રિય મનુષ્યો, આહારક મનુષ્યો અને કેવળી મનુષ્ય આશ્રયી સામાન્યથી શેષ ૧૧ ઉદયસ્થાન હોય છે. અને મનુષ્યના ૨૬૫૨ ઉદયભાંગા હોય છે.
ઉદયસ્થાનવાર ઉદયભાંગા : ૨૦નો ૧, ૨૧નો તીર્થંકર પરમાત્માનો ૧, અને સામાન્ય મનુષ્યના ૯ એમ ૧૦, તથા ૨૫ના વૈક્રિય મનુષ્યના ૮, આહારકનો ૧ એમ ૯, ૨૬ના સામાન્ય મનુષ્યના ૨૮૯, ૨૭ના વૈક્રિયના મનુષ્યના ૮, આહારકનો ૧ અને તીર્થંકર પ્રભુનો ૧ એમ ૧૦, ૨૮ ના સા. મનુ. ના ૫૭૬, વૈક્રિયના ૯, અને આહારકના ૨ એમ ૫૮૭. ૨૯ના આજ પ્રમાણે ૫૮૭ તથા તીર્થંકર પ્રભુનો ૧ એમ ૫૮૮. ૩૦ ના સા. મનુષ્યના ૧૧૫૨, વૈક્રિય યતિ અને આહારક યતિનો ૧ - ૧ અને તીર્થંકર પ્રભુનો ૧ એમ કુલ અગિયારસો પંચાવન. ૩૧નો તીર્થંકર પ્રભુનો ૧ તથા ૯ અને ૮ના ઉદયના ૧ ૧ એમ ૨૬૫૨ ઉદયભાંગા હોય છે.
-
સત્તાસ્થાન : મનુષ્યોને મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોવાથી ૭૮ નું સત્તાસ્થાન ઘટતું નથી. માટે શેષ ૧૧ સત્તાસ્થાનો હોય છે.
૨૩ના બંધનો સંવેધ :
અહીં ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં ૬ એમ કુલ ૭ ઉદયસ્થાનો હોય છે. અને ઉદયભાંગા યતિને જ ઘટતા ૧૦ અને કેવળીના ૮ એમ ૧૮ છોડી શેષ (૨૬૩૪) છવ્વીશસો ચોત્રીશ ઉદયભાંગા હોય છે.
ઉદયસ્થાનવાર વિચારીએ તો આ પ્રમાણે : ૨૧ના સામાન્ય મનુષ્યના ૯. ૨૫ ના વૈક્રિય મનુષ્યના ૮. ૨૬ ના સામાન્ય મનુષ્યના ૨૮૯. ૨૭ ના વૈક્રિય મનુષ્યના ૮, ૨૮ ના સામાન્ય મનુષ્યના ૫૭૬, અને વૈક્રિયના ૮ એમ ૫૮૪. ૨૯ ના એ જ પ્રમાણે ૫૮૪ અને ૩૦ના સામાન્ય મનુષ્યના ૧૧૫૨ ઉદયભાંગા ૨૩ના બંધે થાય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ ૮૮ - ૮૬ અને ૮૦ આ ચાર હોય છે. ત્યાં ૨૫ અને ૨૭નો ઉદય માત્ર વૈક્રિય મનુષ્યને જ હોવાથી ૯૨ ૮૮ બે-બે સત્તા હોય છે. તેથી ૪, અને શેષ ૫ ઉદયસ્થાનોમાં ૯૨ આદિ ચારે હોવાથી ૨૦ એટલે કુલ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨૪ થાય છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org