Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨૪,
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) = ૨૪૦ + ૩ + ૧ = ૨૪૪ કુલ ઉદયભાંગા થાય છે. ૨૮૮ ઉદયપદ ષષ્ટકરૂપે થાય છે. ૨૮૮ ૪ ૬ = ૧૭૨૮ તથા બેના ઉદયનાં ૬ પદછંદ, અને એકના ઉદયનું એક પદવૃંદ એમ કુલ ૧૭૨૮ + ૬ + ૧ = ૧૭૩૫ પદવૃંદ થાય છે. સત્તાસ્થાનક ૨૮ થી ૨૧ તથા ઉપશમશ્રેણીમાં પૂર્વની જેમ જાણવાં. ક્ષપકશ્રેણીમાં ૯/૧ ભાગે પુરુષવેદીને ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧, સ્ત્રીવેદીને ૨૧ - ૧૩ - ૧૨, અને નપુંસકવેદીને ૨૧ - ૧૩, એમ કુલ ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ હોય છે. તથા ત્યાં ર ભાગે ચારના બંધે પુરુષવેદીને ૫ - ૪, સ્ત્રીવેદીને ૧૧ - ૪ અને નપુંસકવેદીને ૧૧ - ૪ એમ કુલ ૩ - ૨ - ૧ વિના બાકીનાં ૧૨ સત્તાસ્થાનક હોય છે.
માનમાર્ગણા નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગના ચરમસમયે સંજ્વલન માનનો બંધ તથા ઉદયવિચ્છેદ થતો હોવાથી આ માર્ગણા ૯/૩ ભાગ સુધી હોય છે. ત્યાં ક્ષપકશ્રેણીમાં નવમાના ત્રીજા ભાગે ૧ સમયગૂન બે આવલિકા કાલે સં. ક્રોધની સત્તા નાશ પામવાથી ત્રણનું સત્તાસ્થાન વધારે હોય છે. તેવી જ રીતે માયામાર્ગણામાં ૯/૪ ભાગે ૧ સમયગૂન બે આવલિકા કાલ ગયે છતે માનની સત્તા વિચ્છેદ પામવાથી રનું સત્તાસ્થાન વધારે જાણવું અને લોભ માર્ગણામાં ૯૫ મા ભાગ ૧ સમયગૂન બે આવલિકાકાલ ગયે છતે માયાની સત્તાવિદ પામવાથી ૧ નું સત્તાસ્થાન વધારે હોય છે. તથા લોભમાર્ગણામાં દસમું ગુણઠાણું વધારે જાણવું. બાકી સર્વ ક્રોધ માર્ગણાની જેમ જાણવું.
(૨૬-૨૭-૨૮) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન માર્ગણા ઃ ગુણસ્થાનક ૪ થી ૧૨, ગુણસ્થાનકને અનુસારે ૨૨ - ૨૧ આ બે બંધ વિના બાકીનાં ૮ બંધસ્થાનક, તેના ૧૧ બંધભાંગા, ૧૦ના ઉદય વિનાનાં બાકીનાં ૮ ઉદયસ્થાનક, ૧૭ના બંધ મિશ્રના ઉદય વિનાની ૮ ચોવીશી તથા ૧૩ - ૯ ના બંધની ૮ - ૮ ઉદયચોવીશી, કુલ ૨૪ ચોવીશી, દ્વિકોદયના ૧૨, અને એકોદયના ૧૧ મળીને કુલ ૫૯૯ ઉદયભાંગા, ઉદયપદ ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ ના ઉદયે અનુક્રમે ૯, ૩૨, ૪૯, ૪૨, ૨૦, ૪ કુલ ૧૫૬ હોય છે. પદવૃંદ ૧૫૬ x ૨૪ = ૩૭૪૪ + દ્વિકોદયનાં ૨૪, એકોદયનાં ૧૧ મળીને ૩૭૭૯ હોય છે. સત્તાસ્થાનક ૨૭ - ૨૬ વિના બાકીનાં ૧૩ હોય છે. ૨૭નું સત્તાસ્થાનક પહેલે અને ત્રીજે જ હોય છે. તથા ૨૬નું સત્તાસ્થાનક પહેલે જ હોય છે. ત્યાં સમ્યકત્વ ન હોવાથી ઉપરોક્ત માર્ગણાઓ નથી. બીજો બધો સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો.
(૨૯) મન:પર્યવજ્ઞાન માર્ગણા : ગુણસ્થાનક ૬ થી ૧૨, બંધ સ્થાનક ૯, ૫, ૪, ૩, ૨, ૧ કુલ ૬, બંધમાંગા ૭, ઉદયસ્થાનક ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧ કુલ ૬, ઉદયભાંગા ૮ ચોવીશી, ૧૨ દ્વિકોદયના અને ૧૧ એકોદયના મળીને ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org