Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨૨
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) અષ્ટકરૂપ હોવાથી પદવૃંદ ૫૪૪ કુલ થાય છે. પહેલા ગુણઠાણાના ૪ અષ્ટકમાં ૨૮ - ૨૭ - ૨૬ એમ ત્રણ-ત્રણ સત્તાસ્થાન, અને બીજા ગુણઠાણાના ૪ અષ્ટકમાં માત્ર ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
(૯) પંચેન્દ્રિયજાતિમાર્ગણા : સામાન્ય સંવેધની જેમ બંધસ્થાનકાદિ સર્વે જાણવાં.
(૧૦-૧૧-૧૪) પૃથ્વીકાય-અષ્કાય-અને વનસ્પતિકાય માર્ગણા : એકેરિયાદિ ચાર જાતિની જેમ બંધસ્થાનક, બંધભાંગા, ઉદયસ્થાનક, ઉદયભાંગા, ઉદયપદ, પદવૃંદ અને સત્તાસ્થાનક વગેરે જાણવાં.
(૧૨-૧૩) તેઉકાય-વાઉકાય માર્ગણા : માત્ર પહેલું ગુણસ્થાનક, ૨૨નું ૧ બંધસ્થાનક, ૬ બંધભાંગા, ૮ - ૯ - ૧૦ એમ ૩ ઉદયસ્થાનક, અનંતાનુબંધીના ઉદયવાળાં ૪ અષ્ટક, ૩૨ ઉદયભાંગા, અનુક્રમે ૮ + ૧૮ + ૧૦ = ૩૬ ઉદયપદ, ૨૮૮ પદવૃંદ, ૨૮ - ૨૭ - ૨૬ એમ ત્રણ સત્તાસ્થાનક સર્વ ઉદયભાંગામાં હોય છે.
(૧૫) ત્રસકાય માર્ગો : ચૌદે ગુણસ્થાનક હોવાથી સામાન્ય સંવેધની જેમ અહીં સંવેધ જાણવો.
(૧૬-૧૭-૧૮) મનોયોગ, વચનયોગ, કાયયોગ માર્ગણા આ ત્રણે માર્ગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાનક છે. તેથી ૧૦ બંધસ્થાનક, ૨૧ બંધભાંગા, નવે નવ ઉદયસ્થાનક, ૯૮૩ ઉદયભાંગા, ૨૮૮ ઉદયપદ, ૬૯૪૭ પદવૃંદ અને પંદરે પંદર સત્તાસ્થાનક વગેરે સામાન્ય સંવેધની જેમ જાણવું.
(૧૯) પુરુષવેદ માર્ગણા : ૧ થી ૯ મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધીનાં ગુણસ્થાનક, તેથી ૨૨ - ૨૧ - ૧૭ - ૧૩ - ૯ - ૫ એમ કુલ ૬ બંધસ્થાનક, અનુક્રમે ૬ - ૪ - ૨ - ૨ - ૨ - ૧ કુલ ૧૭ બંધભાંગા, ૧૦ થી ૨ સુધીનાં કુલ ૮ ઉદયસ્થાનક, આ પુરુષવેદ માર્ગણા હોવાથી માત્ર પુરુષવેદનો જ ઉદય લેવાનો હોવાથી ૪૦ ચોવીશીને બદલે ૪૦ અષ્ટક, તથા દ્વિકોદયના ૧૨ ભાંગાને બદલે ૪ ભાંગા, કુલ ૩૨૪ ઉદયભાંગા, ૨૮૮ અષ્ટકરૂપે ઉદયપદ, પદવૃંદ ૨૮૮ ૪ ૮ = ૨૩૦૪, તથા બેના ઉદયના ૪ ભાંગાનાં ૮ પદવૃંદ ઉમેરતાં ૨૩૧૨ પદવૃંદ હોય છે. સત્તાસ્થાનક ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ કુલ ૧૦ હોય છે. નવમા ગુણઠાણાના પ્રથમ ભાગે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય ત્યારે વેદનો ઉદય પણ વિચ્છેદ પામતો હોવાથી પુરુષવેદના ઉદયવાળી આ માર્ગણામાં ૪ - ૩ - ૨ - ૧ નાં બંધસ્થાનકો, તેના બંધમાંગા, એકનું ઉદયસ્થાન, તેના ઉદયભાંગા વગેરે સંભવતા નથી. તથા ૨૮ થી ૨૧ સુધીનાં સત્તાસ્થાનો સામાન્ય સંવેધની જેમ હોય છે. ૮માં ગુણઠાણાથી ઉપર ઉપશમ શ્રેણીમાં ૨૮ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org