Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 326
________________ ૩૧ ૩ છ કર્મનું બાસઢિયું-દર્શનમાર્ગણા (૩૮) યથાખ્યાત ચારિત્ર : ગુણસ્થાનક ૧૧ થી ૧૪ છે. તેથી આ ચારે ગુણસ્થાનકે સંભવતા મૂલકર્મના ૧ - ૧ - ૧ - ૧ એમ કુલ ૪ ભાંગા ઘટે છે. જ્ઞાનાવરણીય કર્મનો અબંધ - ૫ - ૫ વાળો ૧ ભાગો, દર્શનાવરણીય કર્મના ૧૧મે ગુણઠાણે સંભવતા ૨, તથા ૧૨માં ગુણઠાણે સંભવતા ૨ એમ કુલ ૪ ભાંગા સ્વમતે હોય છે. મતાન્તરે પાંચ ભાંગ હોય છે. વેદનીય કર્મમાં સાતાના બંધવાળા બે, તથા ચૌદમે ગુણઠાણે સંભવતા અબંધના ચાર એમ કુલ છ ભાંગા હોય છે. આયુષ્યકર્મમાં મનુષ્યગતિના ૯માંથી પહેલો અને છેલ્લો એમ બે ભાંગા હોય છે. ગોત્રકર્મમાં અબંધવાળા બે ભાંગા હોય છે. અને અંતરાયકર્મમાં અબંધ - ૫ - ૫ વાળો ૧ ભાંગો જાણવો. (૩૯) દેશવિરતિ ચારિત્ર : મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ વાળા બે ભાંગા, જ્ઞાનાવરણીયના ૫ - ૫ - ૫ વાળો એક ભાગો, દર્શનાવરણીયના છના બંધના બે ભાંગા, વેદનીયના સાતા-અસાતાના બંધના ચાર, આયુષ્યકર્મના તિર્યંચગતિના ૬ તથા મનુષ્ય ગતિના ૬ એમ મળીને કુલ ૧૨, ગોત્રકર્મના ઉચ્ચગોત્રના બંધવાળા બે, અને અંતરાયકર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે. (૪૦) અવિરતિ માર્ગણા : મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ એમ બે ભાંગા, જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો, દર્શનાવરણીયમાં નવના બંધના ૨ અને છના બંધના ૨ એમ કુલ ચાર, વેદનીય કર્મના માતા-અસાતાના બંધવાળા ચાર, આયુષ્યકર્મના અઠ્યાવીસ, ગોત્રકર્મના છેલ્લા અબંધવાળા બે છોડીને બાકીના પાંચ, અને અંતરાય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે. (૪૧) ચક્ષુદર્શન માર્ગણા : ગુણસ્થાનક ૧ થી ૧૨ છે. તેથી તેરમે-ચૌદમે સંભવતા મૂલકર્મના બે ભાંગા વિના બાકીના પાંચ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયના બને ભાંગા, દર્શનાવરણીયના સ્વમતે ૧૧, મતાન્તરે ૧૩, વેદનીયકર્મના માતા-અસાતાના બંધવાળા ચાર, આયુષ્યકર્મના ૨૮, ગોત્રકર્મના પહેલા અને છેલ્લા ભાંગા વિના બાકીના પાંચ, અને અંતરાયકર્મના બન્ને ભાંગા સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380