________________
૩૧ ૩
છ કર્મનું બાસઢિયું-દર્શનમાર્ગણા
(૩૮) યથાખ્યાત ચારિત્ર :
ગુણસ્થાનક ૧૧ થી ૧૪ છે. તેથી આ ચારે ગુણસ્થાનકે સંભવતા મૂલકર્મના ૧ - ૧ - ૧ - ૧ એમ કુલ ૪ ભાંગા ઘટે છે. જ્ઞાનાવરણીય કર્મનો અબંધ - ૫ - ૫ વાળો ૧ ભાગો, દર્શનાવરણીય કર્મના ૧૧મે ગુણઠાણે સંભવતા ૨, તથા ૧૨માં ગુણઠાણે સંભવતા ૨ એમ કુલ ૪ ભાંગા સ્વમતે હોય છે. મતાન્તરે પાંચ ભાંગ હોય છે. વેદનીય કર્મમાં સાતાના બંધવાળા બે, તથા ચૌદમે ગુણઠાણે સંભવતા અબંધના ચાર એમ કુલ છ ભાંગા હોય છે. આયુષ્યકર્મમાં મનુષ્યગતિના ૯માંથી પહેલો અને છેલ્લો એમ બે ભાંગા હોય છે. ગોત્રકર્મમાં અબંધવાળા બે ભાંગા હોય છે. અને અંતરાયકર્મમાં અબંધ - ૫ - ૫ વાળો ૧ ભાંગો જાણવો.
(૩૯) દેશવિરતિ ચારિત્ર :
મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ વાળા બે ભાંગા, જ્ઞાનાવરણીયના ૫ - ૫ - ૫ વાળો એક ભાગો, દર્શનાવરણીયના છના બંધના બે ભાંગા, વેદનીયના સાતા-અસાતાના બંધના ચાર, આયુષ્યકર્મના તિર્યંચગતિના ૬ તથા મનુષ્ય ગતિના ૬ એમ મળીને કુલ ૧૨, ગોત્રકર્મના ઉચ્ચગોત્રના બંધવાળા બે, અને અંતરાયકર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે.
(૪૦) અવિરતિ માર્ગણા :
મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ એમ બે ભાંગા, જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો, દર્શનાવરણીયમાં નવના બંધના ૨ અને છના બંધના ૨ એમ કુલ ચાર, વેદનીય કર્મના માતા-અસાતાના બંધવાળા ચાર, આયુષ્યકર્મના અઠ્યાવીસ, ગોત્રકર્મના છેલ્લા અબંધવાળા બે છોડીને બાકીના પાંચ, અને અંતરાય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે.
(૪૧) ચક્ષુદર્શન માર્ગણા :
ગુણસ્થાનક ૧ થી ૧૨ છે. તેથી તેરમે-ચૌદમે સંભવતા મૂલકર્મના બે ભાંગા વિના બાકીના પાંચ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયના બને ભાંગા, દર્શનાવરણીયના સ્વમતે ૧૧, મતાન્તરે ૧૩, વેદનીયકર્મના માતા-અસાતાના બંધવાળા ચાર, આયુષ્યકર્મના ૨૮, ગોત્રકર્મના પહેલા અને છેલ્લા ભાંગા વિના બાકીના પાંચ, અને અંતરાયકર્મના બન્ને ભાંગા સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org