Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૧ ૨
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) અબંધવાળા બે ભાંગા વિના પાંચ અને અંતરાય કર્મનો ૫ - ૫ - ૫ વાળો એક ભાંગો હોય છે.
(૩૩) વિર્ભાગજ્ઞાન :
આ માર્ગણામાં મતિ અજ્ઞાનની જેમ જ સર્વ સમાન જાણવું. ફક્ત ગોત્રકર્મમાં “નીચનો બંધ-નીચનો ઉદય અને નીચની સત્તા” વાળો પહેલો ભાગો વધારે ઓછો કરવો. કારણ કે આ ભાંગાવાળા જીવોમાં વિર્ભાગજ્ઞાન સંભવતું નથી.
(૩૪-૩૫) સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્ર :
આ બન્ને માર્ગણામાં ૬ થી ૮ ગુણસ્થાનક છે. તેથી મૂલકર્મના ૮ - ૪ - ૮ તથા ૭ - ૮ - ૮ એમ પ્રથમના બે ભાગ હોય છે. જ્ઞાનાવરણીય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે. દર્શનાવરણીય કર્મમાં છ ના બંધના બે, ચારના બંધના બે, તથા ક્ષપકશ્રેણીમાં ૧૩ ના ક્ષય પછી ૪ - ૪ - ૬ ની સત્તાવાળો ૧ ભાંગો એમ કુલ પાંચ ભાંગા સ્વમતે, મતાન્તરે છ ભાંગા હોય છે. વેદનીય કર્મના સાતા-અસાતાના બંધના ચાર ભાંગા, આયુષ્ય કર્મમાં મનુષ્યગતિના જ છ ભાંગા, ગોત્રકર્મમાં ઉચ્ચગોત્રનો બંધ-ઉચ્ચનો ઉદય અને બેની સત્તા એમ એક જ ભાંગો, તથા અંતરાયકર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે.
(૩૬) પરિહારવિશુદ્ધિ ચારિત્ર :
આ માર્ગણામાં ફક્ત ૬ઢ અને ૭મું એમ બે જ ગુણસ્થાનક છે. એટલે સઘળું સામાયિક ચારિત્રની જેમ જાણવું. પરંતુ દર્શનાવરણીય કર્મમાં છના બંધના બે જ ભાંગા જાણવા. નવના અને ચારના બંધના તથા અબંધના ભાંગા હોતા નથી.
(૩૭) સૂમસપરાય ચારિત્ર :
માત્ર ૧૦મું જ ગુણસ્થાનક છે. તેથી મૂળકર્મનો “છનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા” વાળો એક જ ભાંગો ઘટે છે. જ્ઞાનાવરણીય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાગો હોય છે. દર્શનાવરણીય કર્મમાં ચારના બંધના બે તથા ક્ષપક શ્રેણીમાં ૪ - ૪ - ૬ ની સત્તાવાળો એક એમ કુલ ત્રણ ભાંગા સ્વમતે, મતાન્તરે ચાર, વેદનીયકર્મમાં સાતાના બંધવાળા બે ભાંગા, આયુષ્યકર્મમાં મનુષ્યગતિના ૯ ભાંગામાંથી પહેલો અને નવમો એમ બે ભાગ હોય છે. ગોત્રકર્મમાં ઉચ્ચનો બંધઉચ્ચનો ઉદય-બેની સત્તાવાળો ૧ ભાંગો હોય છે. અંતરાય કર્મમાં ૫ - ૫ - ૫ વાળો એક ભાગો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org