Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૧૬
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) એમ કુલ ૩ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયના બને ભાંગા હોય છે. દર્શનાવરણીયના છના બંધના ૨, ચારના બંધના ૨ અને અગિયારમા ગુણઠાણે અબંધના ૨ મળીને કુલ ૬ ભાંગા હોય છે. વેદનીયકર્મમાં સાતા-અસાતાના બંધના ચાર ભાગ હોય છે. આયુષ્યકર્મના બંધકાલના બધા જ ભાંગા કાઢી નાખતાં બાકીના ચારે ગતિના અનુક્રમે ૩ - ૫ - ૫ - ૩ = ૧૬ ભાંગા ઘટે છે. ગોત્રકર્મના ઉચ્ચગોત્રના બંધવાળા ૨, તથા અગિયારમા ગુણઠાણે અબંધ-ઉચ્ચનો ઉદય અને બેની સત્તા એમ ૩ ભાંગા હોય છે. અંતરાયકર્મના બને ભાંગા હોય છે.
(૫૪) ક્ષાયિક સમ્યકત્વ માર્ગણા :
આ માર્ગણામાં ૪ થી ૧૪ ગુણસ્થાનક છે. તેથી મૂલકર્મના સાતે સાત ભાંગા, જ્ઞાનાવરણીયકર્મના બન્ને ભાંગા, દર્શનાવરણીય કર્મના નવના બંધના ૨ ભાંગા વિના શેષ સ્વમતે ૯ ભાંગા, મતાન્તરે ૧૧ ભાંગા, વેદનીય કર્મના માતા-અસાતાના બંધના ચાર અને અબંધના ચાર મળીને કુલ આઠ ભાંગા હોય છે. આયુષ્યકર્મના ૧૫ ભાંગા હોય છે. નરકગતિ-તિર્યંચગતિ અને દેવગતિમાં ત્રણ ત્રણ ભાંગા જાણવા. એક બંધપૂર્વેનો, બીજો ભાંગો બંધકાલનો શુભાયુષ્યના બંધનો અને ત્રીજો ભાગો બંધ પછીનો બેની સત્તાવાળો, જેમકે નરકગતિમાં (૧) અબંધ-નરકાયુષ્યનો ઉદય, નરકાયુષ્યની સત્તા (૨) મનુષ્પાયુષ્યનો બંધ-નરકાયુષ્યનો ઉદય અને નરક-મનુષ્યની સત્તા, (૩) અબંધ-નરકાયુષ્યનો ઉદય, નરક-મનુષ્યની સત્તા, એ જ પ્રમાણે દેવગતિના ૩, તિર્યંચગતિમાં (૧) અબંધ-તિર્યંચાયુષ્યનો ઉદય, તિર્યંચાયુષ્યની સત્તા, (૨) દેવાયુષ્યનો બંધ, તિર્યંચાયુષ્યનો ઉદય, દેવ-તિર્યંચની સત્તા, (૩) અબંધ-તિર્યંચાયુષ્યનો ઉદય-દેવતિર્યંચની સત્તા, આ પ્રમાણે ત્રણ ગતિના ૯ અને મનુષ્યગતિમાં ૧ બંધ પૂર્વનો, બંધકાલનો દેવાયુષ્યના બંધનો ૧, અને બંધ પછીના ચારે ચાર એમ ૬, ચારે ગતિના મળીને ૭+૩+૬+૩ = ૧૫ ભાંગા હોય છે. ગોત્રકર્મમાં ઉચ્ચગોત્રના બંધના ૨ અને અબંધના ૨ મળીને કુલ ૪ ભાંગા હોય છે. અંતરાયકર્મના બન્ને ભાંગા હોય છે.
(૫૫) ક્ષાયોપથમિક સમ્યકત્વ માર્ગણા :
આ માર્ગણામાં ૪ થી ૭ ગુણસ્થાનક છે. તેથી મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ વાળા બે ભાગ હોય છે. જ્ઞાનાવરણીય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે. દર્શનાવરણીયના ૬ ના બંધના ૨ ભાંગા હોય છે. વેદનીયના સાતા-અસાતાના બંધના ચાર ભાંગા હોય છે. આયુષ્ય કર્મના ચોથે ગુણઠાણે સંભવતા ચારે ગતિના અનુક્રમે ૪ - ૬ - ૬ - ૪ = ૨૦ ભાંગા હોય છે. ગોત્રકર્મના ઉચ્ચના બંધના બે ભાંગા અને અંતરાય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org