Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૧૪
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) (૪૨) અચક્ષુદર્શન માર્ગણા :
આ માર્ગણામાં ચક્ષુદર્શનની જેમ જ જાણવું. પરંતુ ગોત્રકર્મમાં નીચનો બંધ, નીચનો ઉદય, બેની સત્તાવાળો પ્રથમ ભાંગો વધારે સંભવે છે.
(૪૩-૪૪) અવધિદર્શન માર્ગણા તથા કેવલદર્શન માર્ગણા : આ બન્ને માર્ગણામાં સંવેધભાંગા અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનની જેમ જાણવા. (૪૫-૪૬-૪૭) કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યા :
આ ત્રણે માર્ગણામાં પ્રતિપદ્યમાનને આશ્રયી ૧ થી ૪ ગુણસ્થાનક અને પૂર્વ પ્રતિપનને આશ્રયી ૧ થી ૬ ગુણસ્થાનક હોય છે. તેથી મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ એમ બે ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો, દર્શનાવરણીયમાં ૯ના બંધના ૨ અને ૬ના બંધના ૨ કુલ ૪, વેદનીયમાં સાતા-અસાતાના બંધવાળા ચાર, આયુષ્યકર્મના અઠ્યાવીસ, ગોત્રકર્મના અબંધવાળા છેલ્લા બે વિના પાંચ, અને અંતરાયકર્મમાં ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે.
(૪૮-૪૯) તેજો-પાલેશ્યા :
આ માર્ગણામાં ૧ થી ૭ ગુણસ્થાનક છે. મૂલકર્મના તથા છ કર્મના ભાંગા કૃષ્ણાદિ ત્રણ લેશ્યાની જેમ જાણવા. તફાવત માત્ર એટલો જ છે કે આયુષ્યકર્મના ભાંગા-૨૮ ને બદલે ર૧ અને ગોત્રકર્મના ૫ ને બદલે ૪ ભાંગા જાણવા. નરકને તેજોપઘલેશ્યા ન હોવાથી નરકગતિના આયુષ્યકર્મના પાંચ ભાંગા સંભવતા નથી તથા તિર્યંચગતિ અને મનુષ્યગતિના આયુષ્યકર્મના નવ નવ ભાંગામાંથી નરકાયુષ્યના બંધવાળો એક-એક ભાગો સંભવતો નથી. બાકીના ૨૧ ભાંગા સંભવે છે. ગોત્રકર્મમાં નીચનો બંધ-નીચનો ઉદય અને નીચની સત્તાવાળો પહેલો ભાગો, તથા છેલ્લા અબંધવાળા બે ભાંગા એમ કુલ ૩ ભાંગા વિના બાકીના ચાર ભાગા સંભવે છે.
(૫૦) શુક્લલેશ્યા માર્ગણા :
આ લેગ્યા ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી છે. એટલે ચૌદમા ગુણઠાણે સંભવતો મૂલકર્મનો ૦ - ૪ - ૪ ની સત્તાવાળો છેલ્લો ભાંગો બાદ કરતાં મૂલકર્મના બાકીના ૬ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયના બને ભાંગા, દર્શનાવરણીયના સ્વમતે ૧૧, મતાન્તરે ૧૩ ભાંગા, વેદનીયકર્મના સાતા-અસાતાના બંધના ચાર ભાગ હોય છે. આયુષ્યકર્મની બાબતમાં નારકીને શુક્લલેશ્યા નથી. તથા શુક્લલેશ્યામાં વર્તતા તિર્યંચમનુષ્યો નરકાયુષ્ય બાંધતા નથી. તેથી નરકગતિના પાંચ, તથા તિર્યંચ-મનુષ્યગતિમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org