Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છ કર્મનું બાસઢિયું-જ્ઞાનમાર્ગણા
૩૧૧ છે. ગોત્રકર્મમાં ઉચ્ચનો બંધ-નીચનો ઉદય અને બેની સત્તા આ ભાંગો ચોથે-પાંચમે, ઉચ્ચનો બંધ-ઉચ્ચનો ઉદય અને બેની સત્તા આ ભાંગો ૪ થી ૧૦માં, અને અબંધઉચ્ચનો ઉદય-બેની સત્તા આ ભાંગો ૧૧ - ૧૨મે, એમ કુલ ૩ ભાંગા જ હોઈ શકે છે. અંતરાય કર્મના બને ભાંગા હોય છે.
(૨૯) મન:પર્યવજ્ઞાન માર્ગણા :
આ માર્ગણા ૬ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય છે. તેથી મૂલકર્મના મતિજ્ઞાનની જેમ પાંચ ભાંગા, જ્ઞાનાવરણીયકર્મના બને, દર્શનાવરણીય કર્મના નવના બંધના ૨ વિના શેષ સ્વમતે ૯, મતાન્તરે ૧૧, વેદનીય કર્મના માતા-અસાતાના બંધવાળા ચાર, આયુષ્યકર્મમાં મનુષ્યગતિના (એક બંધ પૂર્વેનો, એક દેવાયુષ્યના બંધનો, અને ચાર બંધ પછીના), એમ ૬ ભાંગા, ગોત્ર કર્મના ઉચ્ચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તા આ ભાંગો ૬ થી ૧૦ માં, તથા અબંધ-ઉચ્ચનો ઉદય અને બેની સત્તા આ ભાંગો ૧૧-૧૨ મે એમ બે જ ભાંગા હોય છે. અંતરાય કર્મના બન્ને ભાંગા હોય છે.
(૩૦) કેવલજ્ઞાન માર્ગણા :
આ માર્ગણામાં ૧૩ - ૧૪ એમ બે જ ગુણસ્થાનક છે. માટે ૧ - ૪ - ૪ તથા અબંધ - ૪ - ૪ વાળા છેલ્લા બે જ ભાંગા મૂલકર્મના ઘટે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ ક્ષીણ થયેલ હોવાથી તેના એક પણ ભાંગા ઘટતા નથી. વેદનીય કર્મના તેરમે ગુણઠાણે સાતાના બંધવાળા ૨ તથા ચૌદમે ગુણઠાણે અબંધના છેલ્લા ચાર એમ કુલ છ ભાંગા હોય છે. આયુષ્ય કર્મનો બંધ પૂર્વેનો ૧ ભાંગી જ હોય છે. ગોત્ર કર્મના “અબંધ-ઉચ્ચનો ઉદય-બેની સત્તા તથા “અબંધઉચ્ચનો ઉદય-ઉચ્ચની સત્તા એમ છેલ્લા બે ભાંગા જ હોય છે.
(૩૧-૩૨) મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન :
આ બન્ને માર્ગણાઓમાં ૧ - ૨ ગુણસ્થાનક હોય છે. તેથી મૂલકર્મના ૮ - -૮ - ૮ તથા ૭ - ૮ - ૮ વાળા બે જ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીય કર્મનો ૫ - ૫ - ૫ નો એક ભાગો જ હોય છે. દર્શનાવરણીય કર્મના નવના બંધના બે ભાંગા જાણવા. (મિશ્ર ગુણસ્થાનકે જ્ઞાન-અજ્ઞાન મિશ્રિત હોય છે. તેથી સ્પષ્ટ અજ્ઞાન પહેલેબીજે જ હોય છે. એવી વિવક્ષા કરવામાં આવી છે. જો ત્રીજું ગુણસ્થાનક પણ અજ્ઞાન માર્ગણામાં લઈએ તો છે ના બંધના પણ બે ભાંગા હોઈ શકે છે). વેદનીય કર્મમાં સાતા-અસાતાના બંધના ચાર, આયુષ્યકર્મના અઠ્ઠાવીસ, ગોત્રકર્મના છેલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org