Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૨.
ગાથા : ૪૦
- છઠ્ઠો કર્મગ્રંથ આ ઉપરોક્ત આઠ જીવભેદોમાં પહેલું જ ગુણસ્થાનક, બાવીસનો જ એક બંધ, છ બંધભાંગા, ૮-૯-૧૦ એમ કુલ ૩ ઉદયસ્થાનક, આ ત્રણે ઉદયસ્થાનકો અનંતાનુબંધીના ઉદયપૂર્વકનાં જ લેવાં. તેમાં આઠના ઉદયે ૧ અષ્ટક, ભયસહિત અથવા જુગુપ્સા સહિત નવનો ઉદય બે પ્રકારે, તેમાં બે અષ્ટક, અને ભય-જુગુપ્સા સહિત ૧૦ નો ઉદય, તેમાં એક અષ્ટક મળીને કુલ ૪ અષ્ટક અને ૩૨ ઉદયભાંગા થાય છે અને દરેક ઉદયસ્થાને તથા ઉદયભાંગે ૨૮-૨૭-૨૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનક જાણવાં. આઠના ઉદયનાં ૮ ઉદય પદ, નવના ઉદયનાં (બે અષ્ટક હોવાથી) બે વાર નવ-નવ ઉદયપદ, અને દસના ઉદયનાં દસ ઉદયપદ મળીને કુલ ૩૬ ઉદયપદ છે અને ૩૬૪૮=૨૮૮ પદવૃંદ થાય છે.
બાદર-એકેન્દ્રિય (લબ્ધિ) પર્યાપ્તા આદિ પાંચ જીવ ભેદોમાં પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક, ૨૨-૨૧ એમ બે બંધસ્થાનક, છ અને ચાર એમ દશ બંધભાંગા અને ૭-૮-૯-૧૦ ચાર ઉદયસ્થાનક હોય છે. ત્યાં ૨૨ ના બંધે અનંતાનુબંધી સહિત ૮-૯-૧૦ એમ ૩ ઉદયસ્થાનક અને ૧-૨-૧ કુલ ૪ અષ્ટક, તથા ૨૧ ના બંધે મિથ્યાત્વમોહ વિના ૭-૮-૯ એમ ૩ ઉદયસ્થાનક અને ૧-૨-૧ અષ્ટક, કુલ ૪ ઉદયસ્થાનક, ૮ અષ્ટક અને ૬૪ ઉદયભાંગ હોય છે. ઉદયપદો ૭ ના ઉદયે ૭, આઠના ઉદયે ૨૪, નવના ઉદયે ૨૭ અને દસના ઉદયે ૧૦ કુલ ૬૮ ઉદયપદ અને ૬૮૪૮=૧૪૪ ઉદયપદવૃંદ જાણવાં. સત્તાસ્થાન ૨૨ ના બંધે ૮-૯-૧૦ ના ઉદયે ૨૮-૨૭-૨૬ એમ ત્રણ ત્રણ જાણવાં. પરંતુ ૨૧ ના બંધે ૭-૮-૯ ના ઉદયે માત્ર ૨૮ નું એક જ સત્તાસ્થાન જાણવું.
(૧) આ પાંચ લબ્ધિપર્યાપ્ત જીવભેદમાં ૨૨ ના અને ૨૧ ના બંધે ચાર ચાર કુલ ૮ અષ્ટક અને ૬૪ ઉદયભાંગા વગેરે જે કહ્યું કે આ ગાથાની પૂ. મલયગિરિજી મ. શ્રીની ટીકા તથા પ્રસિદ્ધ ગુજરાતી વિવેચનોના આધારે કહેલ છે. ટીકાનો પાઠ આ પ્રમાણે છે - તથા રૂપેડુ पञ्चसु जीवस्थानेषु प्रत्येकं चत्वारि चत्वारि उदयस्थानानि, तद्यथा-सप्त अष्टौ नव दश । तत्र सासादनभावकाले एकविंशतिबन्धे सप्ताष्टनवरूपाणि त्रीण्युदयस्थानानि, वेदश्च तेषामुदयप्राप्तो नपुंसकवेदः। इत्यादि.
પરંતુ ચૂર્ણિકાર આચાર્યશ્રી આ પાંચ લબ્ધિપર્યાપ્તામાંથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં ત્રણે વેદનો ઉદય સ્વીકારે છે અને તેથી ૭-૮-૯-૧૦ ચારે ઉદયસ્થાનકોમાં અષ્ટકને બદલે ૧-૩-૩૧ ચોવીસી જ સ્વીકારે છે. તેથી ૧૯૨ ઉદયભાંગા થાય એમ કહે છે. તે પાઠ ગાથા ૩૫ ની ચૂર્ણિમાં આ પ્રમાણે પાઠ છે. - મનિપાસ તિëિ વેર્દિ વેચવ્વા
તથા પૂ. મલયગિરિજી મ. શ્રીએ આ જ ગાથાની ટીકામાં નપુંસકવેદનો જ માત્ર ઉદય સ્વીકારી આઠ અષ્ટક કહીને કહ્યું છે કે “પૂછવારસ્વત્તિચર વ્હિપ ત્રીન વેદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org