Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા ઃ ૬૯
૨૧૯
ગાથાર્થ
૧ મનુષ્યગતિ, ૨ પંચેન્દ્રિયજાતિ, ૩ ત્રસ, ૪ બાદર, ૫ પર્યાપ્ત, ૬ સૌભાગ્ય, ૭ આદેય, ૮ યશકીર્તિ, અને ૯ તીર્થંકરનામકર્મ આ નામકર્મની ૯ પ્રકૃતિઓ જાણવી.
-
વિવેચન - આ ગાથા મૂલ સપ્તતિકા (સત્તરી) ગ્રંથમાં નથી, તેની ચૂર્ણિમાં પણ નથી. પરંતુ સપ્તતિકાની પૂ. મલયગિરિજી કૃત વૃત્તિમાં મૂલગાથા રૂપે આપેલી છે. તથા આ જ ગ્રંથમાં ૮૫મી ગાથારૂપે પ્રક્ષેપ કરાયેલી પણ છે. ચૂર્ણિના પાના નં. ૧૨૦ માં ફુટનોટમાં લખેલ છે કે આ ગાથા મૂલસૂત્રોવાળાં કોઈ કોઈ પુસ્તકોમાં દેખાય છે. એટલે અમે અહીં આ ગાથા સાક્ષીરૂપે લખી છે.
ઉપરોક્ત ગાથા ૬૮ મીમાં ચૌદમા ગુણઠાણે ૯ નામકર્મની પ્રકૃતિઓનો માત્ર ઉદય જ હોય છે. પણ ઉદીરણા હોતી નથી. એવું જે કહેવામાં આવ્યું છે. એટલે ત્યાં શંકા થાય છે કે નામકર્મની તે ૯ કર્મપ્રકૃતિઓ કઈ કઈ ? તે જણાવવા માટે કોઈ ગ્રંથમાંથી આ પ્રક્ષિપ્ત ગાથા છે. ભાવાર્થ ઘણો જ સુગમ છે. ॥ ૬૮ ||
तित्थयराहारगविरहियाउ, अज्जेइ सव्वपयडीओ । मिच्छत्तवेयगो सासणो वि, गुणवीस सेसाओ ।। ६९ ।।
तीर्थङ्कराहारकविरहिताः, अर्जयति सर्वप्रकृती: । मिथ्यात्ववेदकः, सास्वादनोऽपि एकोनविंशतिशेषाः ।। ६९ ।।
ગાથાર્થ - મિથ્યાત્વમોહનીયના ઉદયવાળો જીવ તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિક વિના સર્વે પણ પ્રકૃતિઓને બાંધે છે. સાસ્વાદન ગુણસ્થાનક વર્તી જીવ ૧૯ પ્રકૃતિઓ (વર્જીને) સિવાયની પ્રકૃતિઓ બાંધે છે. ॥ ૬૯ ॥
વિવેચન - હવે કયા કયા ગુણસ્થાનકે જીવ કઈ કઈ પ્રકૃતિઓ બાંધે છે અને કઈ કઈ પ્રકૃતિઓ નથી બાંધતો, તે સમજાવે છે. બંધને આશ્રયી આઠે કર્મોની પ્રકૃતિઓ ૧૨૦ જ લેવાય છે. તેમાંથી મિથ્યાત્વ નામના પહેલા ગુણઠાણે વર્તતા જીવો તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક એમ ત્રણ પ્રકૃતિ વિના બાકીની ૧૧૭ કર્મપ્રકૃતિઓ બાંધે છે. તીર્થંકર નામકર્મ સમ્યક્ત્વપ્રત્યયિક અને આહારકદ્ધિક સંયમ પ્રત્યયિક હોવાથી પહેલા ગુણઠાણે બંધાતું નથી.
સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતો જીવ ૧૨૦ માંથી ૧૯ પ્રકૃતિ વર્જીને બાકીની ૧૦૧ કર્મપ્રકૃતિઓ બાંધે છે. ૧ મિથ્યાત્વમોહનીય, ૧ નપુંસકવેદ, ૩ નરકત્રિક, ૪ ચાર જાતિનામકર્મ, ૧ હુંડકસંસ્થાન, ૧ છેવŻસંઘયણ, ૧ આતપ નામકર્મ, ૧ સ્થાવરનામકર્મ, ૩ સૂક્ષ્મત્રિક આમ આ ૧૬ પ્રકૃતિઓ તથા પૂર્વોક્ત જિનનામ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org