Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૮
ગાથા : ૬૮
છઠ્ઠો કર્મગ્રંથ સખ્યત્વમોહનીયની ૧ આવલિકા જ્યારે બાકી રહે છે ત્યારે પણ તે સમ્યક્ત મોહનીયનો કેવલ ઉદય જ હોય છે. પણ ઉદીરણા હોતી નથી.
સંજ્વલન લોભનો ઉદય અને ઉદીરણા હંમેશાં સાથે જ હોય છે. પરંતુ સૂક્ષ્મસંપરાય ગુણઠાણાની છેલ્લી ૧ આવલિકા જ્યારે બાકી રહે છે ત્યારે છેલ્લી આવલિકામાં સંજવલન લોભનો માત્ર ઉદય જ હોય છે પણ ઉદીરણા હોતી નથી.
પુરુષવેદાદિ ત્રણ વેદમાંથી જે જીવે જે વેદના ઉદયે શ્રેણીનો પ્રારંભ કર્યો હોય, તે જીવને અંતરકરણ કરે છતે ઉદયમાં વર્તતા તે તે વેદની પ્રથમ સ્થિતિ જ્યારે ૧ આવલિકા બાકી રહે છે ત્યારે તે તે વેદનો કેવલ ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી.
ચારે ગતિમાં વર્તતા જીવોને પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં પોતપોતાના આયુષ્યકર્મનો કેવળ ઉદય જ હોય છે ઉદીરણા હોતી નથી કારણ કે હવે તે તે ભવનું આયુષ્યકર્મ એક આવલિકા માત્ર જ બાકી છે. વળી મનુષ્યાયુષ્યનો સાતમા ગુણઠાણાથી ચૌદમા ગુણઠાણા સુધી માત્ર ઉદય જ હોય છે. પણ ઉદીરણા હોતી નથી.
ચૌદમા ગુણઠાણે જેનો ઉદય ચાલુ છે એવી નામકર્મની ૯ અને ઉચ્ચગોત્રકર્મનો ચૌદમે ગુણઠાણે માત્ર ઉદય જ છે. પણ યોગ ન હોવાથી ઉદીરણા નથી. આ રીતે ૫ જ્ઞાનાવરણીય, ૪ દર્શનાવરણીય, ૫ અંતરાય, ૫ નિદ્રાપંચક, ૨ સાતા-અસાતા વેદનીય, ૧ મિથ્યાત્વમોહનીય, ૧ સમ્યક્વમોહનીય, ૧ સંજ્વલન લોભ, ૩ વેદ, ૪ આયુષ્ય, ૯ નામકર્મની અને ૧ ઉચ્ચ ગોત્ર આમ કુલ ૪૧ પ્રકૃતિઓનો ઉદય ક્યારેક ક્યારેક એકલો હોય છે. ઉપર જણાવેલા કાલ વિના જે જે પ્રકૃતિઓનો જે જે ગુણસ્થાનકે અને જે જે ભવમાં ઉદય હોય છે. ત્યારે ત્યારે તે તે ગુણઠાણે અને તે તે ભવમાં અવશ્ય ઉદીરણા પણ હોય જ છે. આ રીતે ઉદય-ઉદીરણા સમાન હોવાથી ઉદયસ્થાનની તુલ્ય જ ઉદીરણાસ્થાન સમજી લેવાં. એટલા માટે જ સંવેધના કથનમાં બંધ-ઉદય-અને સત્તા એમ ત્રણનું જ કથન કરેલ છે. ટીકામાં નામકર્મની ૯ આ પ્રમાણે કહેલ છે.
मणुयगइ जाइ तस बायरं च पज्जत्त सुभगमाइजं । जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एया ॥ १ ॥ मनुजगतिर्जातिस्त्रसबादरञ्च पर्याप्तं सुभगमादेयम् । વાવર્તિતીર્થર, નાનો મવત્તિ વૈતા: (પ્રત:) | ૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org