Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૧
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭૫ સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિને ઉદય-ઉદીરણા (આગાલ) વડે વિપાકોદયથી ભોગવતો જાય છે.
અંતરકરણની ક્રિયા પૂર્ણ થાય ત્યારથી ત્રણે દર્શનમોહનીયનાં દ્વિતીય સ્થિતિગત કર્મદલિકોને પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે ઉપશમાવે છે. આમ મિથ્યાત્વ-મિશ્રમોહની પ્રથમ સ્થિતિને તિબૂક સંક્રમ વડે સમ્યકત્વ મોહનીયમાં સંક્રમાવતો, સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિને ઉદય-ઉદીરણા વડે ભોગવતો, અને ત્રણેની બીજી સ્થિતિને ઉપશમાવતો ઉપશમાવતો તે જીવ ત્યાં સુધી આગળ જાય છે કે સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિની બે આવલિકા જેટલી જ સ્થિતિ બાકી રહે. તે કાલે સમ્યકત્વમોહનીયની ગુણશ્રેણીની અને આગાલની ક્રિયા અટકી જાય છે. ફક્ત નીચે ઉદય-ઉદીરણા અને ઉપર ઉપશમના ચાલુ રહે છે. ત્યારબાદ ફરી ૧ આવલિકા ગયા બાદ એટલે કે સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિ ૧ આવલિકા માત્ર બાકી રહે ત્યારે સ્થિતિઘાત-રસઘાત અને ઉદીરણા પણ અટકી જાય છે. બાકી રહેલી સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિની ૧ આવલિકાને ક્રમશઃ ભોગવીને ક્ષય કરતો, બીજી સ્થિતિને ક્રમશઃ અસંખ્યાત ગુણાકારે ઉપશમાવતો અનિવૃત્તિકરણના ચરમ સમયમાં આવે છે ત્યારે સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિ ભોગવાઈ જાય છે. મિથ્યાત્વ-મિશ્રની સ્થિતિ સિબૂક સંક્રમ વડે સમ્યકત્વમોહનીયમાં સંક્રમિત થઈ જાય છે અને ત્રણે દર્શનમોહનીયની બીજી સ્થિતિ સર્વથા ઉપશાન્ત થઈ જાય છે.
ત્યાર પછીના સમયે આ જીવ અંતરકરણમાં (શુદ્ધ ભૂમિમાં) પ્રવેશ કરે છે. તે કાલે શ્રેણીસંબંધી ઉપશમસમ્યકત્વ એટલે કે અનાદિમિથ્યાત્વીના ઉપશમની અપેક્ષાએ અપૂર્વ એવું દ્વિતીય (બીજું) ઉપશમસમ્યકત્વ આ જીવ પ્રાપ્ત કરે છે. આ રીતે કોઈ જીવ અનંતાનુબંધીની વિસંયોજના અને દર્શનત્રિકની ઉપશમના કરીને અને કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના અને દર્શનત્રિકની પણ ઉપશમના કરીને ઉપશમશ્રેણી માંડે છે. તથા કોઈ જીવ અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય કર્યા પછી દર્શનત્રિકનો પણ ક્ષય કરે છે. આ રીતે ક્ષય કરીને એટલે દર્શન સપ્તકનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરીને પણ (જો પૂર્વ બદ્ધાયુષ્ક હોય તો) ઉપશમશ્રેણી માંડી શકે છે. તેની વિગત આ પ્રમાણે -
દર્શનત્રિકની ક્ષપણા - ૪ થી ૭ ગુણસ્થાનકમાં વર્તતો, ૮ વર્ષથી અધિક વયવાળો, પ્રથમ સંઘયણવાળો, શુક્લલેશ્યાવાળો, સાકારોપયોગયુક્ત, જિનકાલીન, ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org