Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩00
ગાથા : ૯૦-૯૧-૯૨
છઠ્ઠો કર્મગ્રંથ સુરધામ-નિપુ-પરમાર્થ-રિર-વદુર્ભા-ષ્ટિવાતાત્ |
થ: મનુસર્વવ્યાસ, વન્યોથામ્ | ૮૨ |
ગાથાર્થ - દુઃખે સમજાય તેવા, સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય, યથાવસ્થિત અર્થવાળા મનોહર બહુભંગવાળા દૃષ્ટિવાદ નામના અંગમાંથી બંધ-ઉદય અને સત્તાના વિશેષ અર્થો અનુસરવા. / ૮૯ //
વિવેચન - હવે આ ગ્રંથનો ઉપસંહાર કરતા આચાર્ય મહારાજશ્રી વિશેષાર્થીને માટે સૂચના કરે છે કે અગ્રાયણી નામના બીજા પૂર્વમાં આવેલા કર્મપ્રકૃતિ નામના પ્રાભૃતમાંથી બંધ-ઉદય-અને સત્તાના વિકલ્પો (ભાંગાઓ) અમે અહીં સંક્ષેપમાં જણાવ્યા છે. છતાં તેના ઘણા ઘણા વિશેષ અર્થો કોઈને જો જાણવા હોય તો દ્વાદશાંગીમાંના બારમા અંગ રૂપે જે દૃષ્ટિવાદ નામનું અંગ છે તેમાંથી વિશેષાથીએ જાણવા. કારણ કે આ સંક્ષેપ તો દૃષ્ટિવાદના ઝરણાનું પણ એક અતિશય નાનું ઝરણું જ છે. વિસ્તારાર્થ તો ત્યાં જ રહેલો છે.
પ્રશ્ન - આ દૃષ્ટિવાદ નામનું બારમું અંગ કેવું છે ?
ઉત્તર - પાંચ વિશેષણો વડે દૃષ્ટિવાદનું સ્વરૂપ સમજાવે છે. (૧) સુથમ = દુઃખે સમજાય તેવું, પ્રમાણ-નય-અને નિક્ષેપો આદિનો ઉંડો અભ્યાસ
હોય તો જ સમજાય તેવું. એટલે કે મહાકષ્ટ સમજાય તેવું. (૨) નિપુNT = ચતુર પુરુષો વડે જ (સૂમ બુદ્ધિવાળા મહાત્માઓ) વડે જ સમજાય
તેવું. (૩) પરમાર્થ = પરમ છે અર્થો જેમાં એવું. ક્યાંય પૂર્વાપર વિરોધ ન આવે તેવું.
યથાવસ્થિત અર્થને કહેનારું, તથા સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થોને કહેનારૂં. (૪) રર = સૂકમથી પણ વધારે સૂક્ષ્મ અર્થો સમજાવવામાં અતિશય પટ્પ્રજ્ઞાવાળા
મહાત્માઓને રુચિ (મનની પ્રસન્નતા) કરનારૂં. વમ = બંધ-ઉદય અને સત્તાના અનેક પ્રકારે વિકલ્પો છે જેમાં એવું આ દૃષ્ટિવાદ મહા અંગ છે. ત્યાંથી વિશેષાર્થીઓએ ઘણા ભાવો જાણવા. ૮૯
जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धो त्ति । तं खमिऊण बहुसुआ, पूरेऊणं परिकहंतु ।। ९० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org