Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૮૯
(૨) સનમ્ = પરિપૂર્ણ સુખ છે. ક્ષાયિકભાવનું હોવાથી આંશિક નથી. (3) जगत्शिखरम् = જગતના સાંસારિક લોકોમાં સંભવતા સકલ સુખના સમૂહના શિખરભૂત એવું આ સિદ્ધિસુખ છે. કારણ કે સાંસારિક તમામ સુખો ઔયિક ભાવનાં છે. એટલે પરદ્રવ્યાપેક્ષિત છે. જ્ઞાનાવરણીયાદિના ક્ષયોપશમભાવના ગુણોને આશ્રિત સુખો પણ ક્ષયોપશમભાવનાં હોવાથી અપરિપૂર્ણ છે. જ્યારે આ સુખ ક્ષાયિક ભાવનું હોવાથી પરાપેક્ષારહિત છે અને પરિપૂર્ણ છે. (૪) અનન્ ત્યાં લેશથી પણ વ્યાધિ-આધિ-ઉપાધિનો અભાવ છે.
=
(૫) નિરુપમમ્ = ઉપમાથી અતીત આ સુખ છે. સંસારમાં એવી કોઈ જ વસ્તુ નથી કે જેની સાથે આ સુખ સરખાવી શકાય.
(૬) સ્વામાવિમ્ = સ્વાભાવિક છે. આત્માના સહજ ગુણસ્વરૂપ છે પણ સાંસારિક સુખની જેમ કૃત્રિમ નથી, તથા પુદ્ગલ આદિ પરદ્રવ્યને આધીન નથી.
૨૯૯
(૭) અનિધનમ્ = જેનો કદાપિ અંત આવવાનો નથી તેવું અનંત છે તથા પ્રતિક્ષણે અપરિમિત સુખ હોવાથી માત્રામાં પણ અનંત છે.
(૮) અવ્યાવાધમ્
=
જે સુખને કોઈ જાતની બાધા પહોંચી ન શકે તેવું. અર્થાત્ સકલ બાધાઓથી પર એવું આ સુખ છે.
(૯) ત્રિરત્નસારમ્ = સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણ આત્માના સહજગુણો છે. તે રૂપી રત્નો ભરેલાં છે જેમાં એવું અર્થાત્ ત્રણે રત્નોના સારભૂત એવું આ સિદ્ધિસુખ મુક્તિમાં પહોંચેલા મહાત્મા પુરુષો અનંત-અનંત કાલ અનુભવે છે.
આ ગાથાનો ફલિતાર્થ એ છે કે સિદ્ધિસુખને ઈચ્છતા આત્માઓએ રત્નત્રયી પ્રાપ્ત કરવામાં ભારે ઉદ્યમ કરવો જોઈએ. ઉપાય વિના ઉપેયની પ્રાપ્તિ થતી નથી. સિદ્ધિસુખના કારણભૂત રત્નત્રયી જ છે. કારણ કે રત્નત્રયીના આરાધનથી જીવ કર્મોનો ક્ષય કરે છે. અને કર્મોના ક્ષયથી સિદ્ધિસુખ આવે છે માટે હે મુમુક્ષુ આત્માઓ ! તમે તેમાં ભારે પ્રયત્ન કરો. ॥ ૮૮ ॥
લુહિામ-નિકળ-પરમત્સ્ય-રુફર-વધુમંગ-વિકિવાયાઓ । અત્થા અનુસરસલ્વા, વંધોવસંતમ્માળ ।। ૮૧ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org