Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૮૬-૮૭
૨૯૭ ક્ષય થાય છે એટલે કુલ ૮૪ ની જ સત્તા હતી, તીર્થકર પ્રભુને ૭૩ અને ૧૨ ની સત્તાનો ક્ષય થાય છે. કુલ ૮૫ ની સત્તા હતી. આ બાબતમાં બીજા કેટલાક આચાર્યોનો જુદો મત પણ છે. તે બાબત હવે પછીની ૮૭ મી ગાથામાં જણાવે છે. તે ૮૫ |
तच्चाणुपुव्विसहिया, तेरस भवसिद्धिअस्स चरमंमि । संतं सगमुक्कोसं, जहन्नयं बारस हवंति ।। ८६ ॥ तृतीयानुपूर्वीसहिताः, त्रयोदश भवसिद्धिकस्य चरमे । सत्कर्मस्वकमुत्कृष्टं, जघन्यकं द्वादश भवन्ति ।। ८६ ॥
ગાથાર્થ - ભવસિદ્ધિક (તે જ ભવે મોક્ષે જનારા) જીવને ચૌદમાના ચરમસમયે તૃતીય આનુપૂર્વી (મનુષ્યાનુપૂર્વ) સહિત ૧૩ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટથી સત્તા હોય છે અને જઘન્યથી ૧૨ ની સત્તા હોય છે. / ૮૬
વિવેચન - ઉપરોક્ત ૮૬ મી ગાથામાં તીર્થકર ભગવંતને ચરમસમયે ૧૨ અને સામાન્ય કેવલી ભગવંતને ૧૧ નો ઉદય અને ૧૨-૧૧ ની સત્તા હોય છે. અને તેઓ ૧૨-૧૧ ના ઉદયનો અને સત્તાનો ક્ષય કરીને મોક્ષે જાય છે. આ બાબતમાં બીજા કેટલાક આચાર્યો એમ માને છે કે ચૌદમાના ચરમસમયે મનુષ્યાપૂર્વીનો ઉદય ભલે હોતો નથી પરંતુ સત્તા હોય છે. તેથી તે ત્રીજી આનુપૂર્વી સહિત કરતાં ઉત્કૃષ્ટથી ૧૨+૧ = ૧૩ ની સત્તા અને જઘન્યથી ૧૧+૧ = ૧૨ ની સત્તા હોય છે. ૧૩ ની સત્તા તીર્થંકર પ્રભુને અને ૧૨ની સત્તા અતીર્થંકર પ્રભુને હોય છે. આમ તે આચાર્ય મહારાજાઓનું કહેવું છે. તેનું કારણ હવે પછીની ગાથામાં જણાવે છે. | ૮૬ |
मणुअगइसहगयाओ, भवखित्तविवागजीअविवागाओ । वेअणीयन्नयरुच्चं चरमसमयंमि खीयंति ।। ८७ ।। मनुजगतिसहगताः भवक्षेत्रविपाकजीवविपाकाः इति । वेदनीयान्यतरदुच्चैः, चरमसमये क्षयन्ति ।। ८७ ।।
ગાથાર્થ - મનુષ્યગતિની સાથે છે ઉદય જેનો એવી વિવિપાકી ક્ષેત્રવિપાકી અને જીવવિપાકી નામકર્મની પ્રકૃતિઓ તથા અન્યતર વેદનીય અને ઉચ્ચગોત્ર એમ ૧૩ પ્રકૃતિઓ ભવ્ય જીવને ભવના ચરમસમયે ક્ષય થાય છે. // ૮૭ //
વિવેચન - ચૌદમાના ચરમ સમયે ૧૩ ની સત્તાનો ક્ષય માનનારા આચાર્યો કહે છે કે મનુષ્યગતિની સાથે છે ઉદય જેનો એવી અર્થાત્ ઉદયને આશ્રયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org