Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૭૫
છટ્ટો કર્મગ્રંથ
આવા પ્રકારની કૃતકરણ અવસ્થા જ્યારે આવે છે ત્યારે પરિણામની ધારા કોઈ કોઈ જીવની પતન પણ પામે છે. પ્રથમ શુક્લલેશ્યા જ હતી. તે હવે અન્યતમ કોઈપણ લેશ્યા હોઈ શકે છે. આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પણ થઈ શકે છે. મૃત્યુ પામીને પરિણામની ધારા પ્રમાણે ચારે ગતિમાંથી કોઈપણ અન્ય ગતિમાં આ જીવ જઈ શકે છે. તે કાલે ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં ૨૨ની મોહનીયની સત્તા પણ કેટલોક કાળ મળે છે. તથા ક્ષાયિક સમ્યક્ત્વની પૂર્ણતા પણ ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં કરી શકે છે. આ રીતે ક્ષાયિકનો પ્રસ્થાપક મનુષ્ય જ અને નિષ્ઠાપક (સમાપ્ત કરનાર) ચારે ગતિમાં હોઈ શકે છે. કર્મપ્રકૃતિ શાસ્ત્રમાં કહ્યું છે કે “પકૂવો અ मणूओ, निट्ठवगो चउसु वि गईसु"
૨૪૪
ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિનો પ્રારંભ કરનારા જીવો જો બદ્ઘાયુષ્ક હોય તો અનંતાનુબંધી ચારનો ક્ષય કર્યા પછી દર્શનત્રિકનો ક્ષય કર્યા વિના પણ મૃત્યુ પામી શકે છે. અને ચારે ગતિમાં (૨૪ની સત્તાવાળા) તે જીવો જઈ શકે છે. તથા કાલાન્તરે મિથ્યાત્વનો ઉદય થવાથી પુનઃ અનંતાનુબંધી બાંધીને ૨૮ ની સત્તાવાળા પણ થઈ શકે છે. તથા તે બદ્ઘાયુષ્ક જીવો જો દર્શનમોહનીય ત્રણનો ક્ષય કરે તો પણ ત્યાં સાતના ક્ષય પછી તો અવશ્ય વિરામ પામે જ છે. આગળ મોહનીયકર્મની બીજી પ્રકૃતિઓનો ક્ષય કરવા સમર્થ બનતા નથી. પણ ફરી અનંતાનુબંધી બાંધતા નથી. આવા પ્રકારના ૨૨ની સત્તાવાળા અને ૨૧ની સત્તાવાળા તે જીવો જો પતિત પરિણામી થાય તો મરીને ચારે ગતિમાં જાય છે. પણ જો અપતિત પરિણામી રહે તો અવશ્ય દેવલોકમાં જ જાય છે.
પ્રશ્ન - જો બદ્ઘાયુષ્ક જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામે તો કેટલા ભવે મોક્ષે જાય ?
ઉત્તર - જો દેવ-નરકનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યક્ત્વ પામે તો ત્રણ ભવ કરે, એક ભવ ક્ષાયિક પામે તે, બીજો ભવ દેવ અથવા નરકનો, અને ત્રીજો ભવ મોક્ષે જવાવાળા મનુષ્યનો. આમ ત્રણ ભવ કરે છે. અને જો યુગલિક તિર્યંચ અથવા યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તો ચાર ભવ કરે છે. એક ભવ ક્ષાયિક પામે તે, બીજો ભવ યુગલિક તિર્યંચ અથવા મનુષ્યનો, અને ત્રીજો ભવ દેવનો, તથા ચોથો ભવ મુક્તિગામી મનુષ્યનો કરે. જો અયુગલિક તિર્યંચ અથવા મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવ તે ભવમાં ક્ષાયિક પામે નહીં. વળી જો અબદ્ઘાયુ હોય તો આવા પ્રકારનું ક્ષાયિક પામ્યા પછી, નિયમા ક્ષપકશ્રેણી જ માંડે, પણ જો બદ્ઘાયુ હોય છતાં મૃત્યુ પામવાનો કાલ ન થયો હોય તો કોઈ જીવ (૧) બદ્ઘાયુ જીવ ક્ષાયિક પામ્યા પછી ત્રીજા ભવે મુક્તિગમનને અયોગ્ય એવા દેશકાળમાં જન્મે તો દુપ્પસહસૂરિજીની જેમ ક્વચિત્ પાંચ ભવ પણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org