Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬૮
ગાથા : ૭૯-૮૦
છઠ્ઠો કર્મગ્રંથ આઠ કષાયોનો ક્ષય કરવાનું કામકાજ ચાલુ છે. તેની વચ્ચે જ નીચેની સોળ પ્રકૃતિઓનો આ જીવ ક્ષય કરે છે. || ૭૮
अनियट्टिबायरे थीणगिद्धितिग निरयतिरिअनामाओ । संखिजइमे सेसे, तप्पाउग्गाओ खीयंति ॥ ७९ ॥ इत्तो हणइ कसायट्ठगंपि पच्छा नपुंसगं इत्थिं । तो नोकसायछक्कं, छुहइ संजलणकोहंमि ॥ ८० ॥ अनिवृत्तिबादरे स्त्यानर्द्धित्रिकनरकतिर्यग्नामानि ।। संख्येयतमे शेषे, तत्प्रायोग्याः क्षपयन्ति ।। ७९ ।। एतस्माद् हन्ति कषायाष्टकमपि पश्चाद् नपुंसकं स्त्रियम् । तस्माद् नोकषायषट्कं, क्षिपति संज्वलनक्रोधे ।। ८० ॥
ગાથાર્થ - અનિવૃત્તિ બાદર ગુણઠાણે સંખ્યાતમો ૧ ભાગ બાકી રહે છતે થિણદ્વિત્રિક અને નરક તથા તિર્યંચપ્રાયોગ્ય નામકર્મની તેર, એમ કુલ ૧૬ પ્રકૃતિઓને આ જીવ અપાવે છે. // ૭૯ //
- આ ૧૬ પ્રવૃતિઓ ખપાવ્યા પછી આઠ કષાયને પણ આ જીવ અપાવે છે. ત્યાર બાદ અનુક્રમે નપુંસકવેદ, સ્ત્રીવેદ, અને હાસ્યષકને ખપાવે છે. અને તેનો સંજ્વલન ક્રોધમાં પ્રક્ષેપ કરે છે. // ૮૦ //
વિવેચન - આ બન્ને ગાથા પણ મૂલ સતતિકા ગ્રંથની નથી. ચૂર્ણિમાં અને સપ્તતિકાની વૃત્તિમાં સાક્ષીરૂપે વિવેચનમાં આ બન્ને ગાથા લખી છે. પણ મૂળભૂતગ્રંથની નથી.
થિણદ્વિત્રિક તથા નરક અને તિર્યંચ ગતિપ્રાયોગ્ય નામકર્મની ૧૩ પ્રકૃતિઓ (સ્થાવર, સૂમ, સાધારણ, આતપ, ઉદ્યોત, નરકદ્ધિક, તિર્યચઢિક એકેન્દ્રિય જાતિ અને વિકલેન્દ્રિયત્રિક કુલ ૧૩) એમ સર્વે મળીને આ ૧૬ પ્રકૃતિઓનો આ જીવ આઠ કષાયોના ક્ષયની વચ્ચે જ ક્ષય કરે છે. આ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય પ્રથમ ઉદ્વલના સંક્રમ વડે કરે છે. ઉદ્વલના સંક્રમ કરતાં કરતાં જ્યારે આ ૧૬ કર્મપ્રકૃતિઓની સ્થિતિ સત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગની થઈ જાય છે. ત્યાર પછી ૧૬માંથી ૧૪નો બધ્યમાન પ્રવૃતિઓમાં ગુણસંક્રમ વડે સંક્રમાવીને ક્ષય કરે છે. (આતપ-ઉદ્યોત વિના ૧૪નો ગુણસંક્રમ થાય છે. આ બે પુણ્ય પ્રકૃતિ હોવાથી ઉવલના સંક્રમ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org