Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૯-૮૦
૨૬૯ જ સમાપ્ત કરે છે). ત્યાર પછી બાકી રહેલા આઠ કષાયોનો આ જીવ એક અંતર્મુહૂર્ત કાલમાં ક્ષય કરે છે. ત્યારે મોહનીયની ૨૧માંથી ૧૩ની સત્તાવાળો બને છે.
કોઈ કોઈ આચાર્યો એમ પણ માને છે કે અપૂર્વકરણ ગુણઠાણાથી પ્રથમ ૧૬ પ્રકૃતિઓ ખપાવવાનો પ્રારંભ કરેલો. નવમે આવ્યા પછી ૧૬ પ્રકૃતિઓના ક્ષયની વચ્ચે જ ૮ કષાયો ખપાવે છે. અને ત્યારબાદ ૧૬ પ્રકૃતિઓની બાકી રહેલી સ્થિતિ સત્તાનો ક્ષય કરે છે.
સોળ પ્રકૃતિઓ તથા આઠ કષાયોનો ક્ષય થયા પછી હજારો હજારો સ્થિતિઘાત ગયે છતે નીચે મુજબ ૧૨ પ્રકૃતિઓનો જે અનાદિકાલથી આજ સુધી સર્વઘાતી જ રસ બંધાતો હતો. તે હવે દેશઘાતી રસ બંધાય છે. (૧) સૌ પ્રથમ મન:પર્યવ જ્ઞાનાવરણીય અને દાનાન્તરાયનો દેશઘાતી રસ બંધાય,
પછી (૨) અવધિ જ્ઞાના. અવધિ દર્શના. અને લાભાન્તરાયનો દેશઘાતી રસ બંધાય, પછી (૩) શ્રુતજ્ઞાના. અચક્ષુદર્શ. અને ભોગાન્તરાયનો દેશઘાતી રસ બંધાય, ત્યારપછી (૪) ચક્ષુદર્શનાવરણીયનો દેશઘાતી રસ બંધાય, ત્યારપછી (૫) મતિજ્ઞાના. અને ઉપભોગતરાય કર્મનો દેશઘાતી રસ બંધાય, ત્યારબાદ (૬) વિર્યા રાય કર્મનો દેશઘાતી રસ બંધાય છે.
આ પ્રમાણે બારે પ્રકૃતિઓનો દેશઘાતી રસ બંધાયે છતે નવ નોકષાય અને ચાર સંજ્વલન કષાય એમ કુલ ૧૩ પ્રકૃતિઓનું આ જીવ અંતરકરણ કરે છે. તેથી તેરે પ્રકૃતિઓની સ્થિતિસત્તાના બે ભાગ થઈ જાય છે. એક હેઠલી સ્થિતિ પ્રથમ સ્થિતિ અર્થાત્ નાની સ્થિતિ અને બીજી ઉપરની સ્થિતિ બીજી સ્થિતિ અર્થાત્ મોટી
સ્થિતિ.
અંતરકરણ કરે ત્યારે ઉદયમાં વર્તતા ૩ વેદમાંથી કોઈપણ એક વેદ અને ચાર કષાયમાંથી કોઈપણ એક કષાય એમ બે કર્મપ્રકૃતિઓની પહેલી સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ રાખે છે અને બાકીની ૧૧ કર્મપ્રકૃતિઓની પહેલી સ્થિતિ ૧ આવલિકા માત્ર રાખે છે. પહેલી સ્થિતિની ઉપર એક અંતર્મુહૂર્ત પ્રમાણનું અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે કે તે અંતર્મુહૂર્તની સ્થિતિમાં રહેલાં કર્મદલિકોને ઉપર-નીચેની સ્થિતિમાં કે પરપ્રકૃતિમાં નાખીને તેટલી સ્થિતિને કર્મદલિક વિનાની શુદ્ધ (ચોખ્ખી) કરવી તે. અંતરકરણ કર્યા પછી એકી સાથે નીચે મુજબ ૭ પદાર્થો કરે છે તેનું સ્વરૂપ ઉપશમશ્રેણીની જેમ ત્યાંથી સમજી લેવું. જેમકે -
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org