Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૭૮
૨૬૭
મોહનીયનો સહુથી અલ્પ (૨) નામ-ગોત્ર (૩) જ્ઞાનાવરણીયાદિ ૪ નો બંધ. અનુક્રમે અસંખ્યાત ગણો. ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોનો સ્થિતિબંધ જે સમાન છે તેમાં ત્રણ ઘાતીકર્મોનો બંધ, વેદનીયકર્મના બંધ કરતાં અસંખ્યાતગુણહીન કરે છે ત્યારે ક્રમ આવો બને છે (૧) મોહનીયનો સર્વથી થોડો (૨) નામ-ગોત્ર, (૩) જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતીકર્મ અને (૪) વેદનીયકર્મનો બંધ અનુક્રમે અસંખ્યાત ગુણ થાય છે.
ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે તે જ્ઞાનાવરણીયાદિ ૩ ઘાતી કર્મોનો બંધ, નામ-ગોત્ર કર્મના બંધથી અસંખ્યાતગુણ હીન કરે છે. તે કાલે આવો ક્રમ બને છે. (૧) મોહનીયનો સૌથી અલ્પ બંધ
(૨) તેનાથી જ્ઞાનાવરણીયાદિ ૩ નો બંધ અસંખ્યાતગુણ
(૩) તેનાથી નામ-ગોત્રકર્મનો બંધ અસંખ્યાતગુણ
(૪) તેનાથી વેદનીય કર્મનો બંધ અસંખ્યાતગુણ
આ પ્રમાણે નવમા ગુણઠાણામાં પ્રવેશેલા જીવમાં સાત કર્મોનો સ્થિતિબંધ ઘટતો જાય છે. ક્ષપકશ્રેણીનું આ જ માહાત્મ્ય છે કે કર્મોના બંધ તુટતા જાય-ઘટતા જાય.
જેમ જેમ સ્થિતિબંધ ઘટતો જાય છે. તેમ તેમ સત્તામાં રહેલી સ્થિતિ પણ સ્થિતિઘાતાદિ વડે તુટતી જાય છે. હ્રાસ પામતી જ જાય છે. હજારો હજારો સ્થિતિઘાતાદિ વડે ઘટતી એવી સ્થિતિસત્તા પણ અસંજ્ઞી પંચેન્દ્રિયતુલ્ય, ચઉરિન્દ્રિયતુલ્ય, તેઈન્દ્રિયતુલ્ય, બેઈન્દ્રિયતુલ્ય, એકેન્દ્રિયતુલ્ય, ૧ પલ્યોપમ, ૧।। પલ્યોપમ, ૨ પલ્યોપમ, ઈત્યાદિ થતાં થતાં અંતે (૧) સૌથી અલ્પ મોહનીયની સત્તા, (૨) તેનાથી જ્ઞાનાવરણીયાદિ ૩ ઘાતીકર્મની સ્થિતિસત્તા અસંખ્યગુણ, (૩) તેનાથી નામ-ગોત્રકર્મની સ્થિતિસત્તા અસંખ્યગુણ, અને (૪) તેનાથી વેદનીયકર્મની સ્થિતિસત્તા અસંખ્યગુણ રહે છે. અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખ્યાનીય ૪, એમ ૮ કષાયના ક્ષયનો પ્રારંભ -
અપૂર્વકરણમાં જીવે જ્યારે પ્રવેશ કર્યો ત્યારથી જ ઉપરોક્ત ૮ કષાયોનો સ્થિતિઘાતાદિ દ્વારા ક્ષય કરવાનો (સત્તામાંથી જ નિર્મૂલ કરવાનો) તે જીવે પ્રારંભ કરેલો છે. તે આઠ કષાયોનો એવી રીતે ઝડપથી ક્ષય કરે છે કે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આ જીવ પહોંચે ત્યારે તે ૮ કષાયોની સત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ તુલ્ય જ રહે છે. નવમા ગુણઠાણે તેનો ક્ષય ચાલુ જ રહે છે. નવમા ગુણઠાણાના સંખ્યાતા ભાગ ગયે છતે અને સંખ્યાતમો એક ભાગ બાકી રહે છતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org