Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૭૦
ગાથા : ૭૯-૮૦
છઠ્ઠો કર્મગ્રંથ (૧) ક્રમપૂર્વક મોહનીયનો સંક્રમ (૨) લોભનો અસંક્રમ (૩) બધ્યમાન કર્મોની ૬ આવલિકા બાદ ઉદીરણા. (૪) મોહનીયકર્મનો એકસ્થાનિક રસબંધ. (૫) મોહનીયમાં એકઠાણીયા રસનો ઉદય. (૬) મોહનીયનો સંખ્યાતા વર્ષનો બંધ. (૭) નપુંસકવેદના ક્ષયનો પ્રારંભ. આ સાત કાર્યો અંતરકરણ કર્યા પછી તુરત જ ચાલુ કરે છે.
ત્યારબાદ સૌથી પ્રથમ નપુંસકવેદના ક્ષયનો પ્રારંભ કરે છે. નપુંસકવેદની (પ્રથમા સ્થિતિ અંતરકરણ દ્વિતીયા સ્થિતિ આવા પ્રકારની સ્થિતિસત્તા છે. તેમાં જે પ્રથમ સ્થિતિ છે તે જો નપુંસકવેદના ઉદયે શ્રેણી પ્રારંભી હોય તો પોતાના ઉદય સ્વરૂપે જ ભોગવીને ક્ષય કરે છે અન્યથા (જો નપુંસકવેદે શ્રેણી ના પ્રારંભી હોય અને બીજા કોઈપણ વેદે શ્રેણી માંડી હોય તો) નપુંસકવેદની પ્રથમ સ્થિતિ એક આવલિકા માત્ર જ હોય છે. તેને તિબૂક સંક્રમથી ઉદયવતી ચારિત્રમોહનીયની પ્રકૃતિમાં સંક્રમાવીને સમાપ્ત કરે છે. આ રીતે પ્રથમ સ્થિતિ સ્વોદયથી અથવા સિબૂક સંક્રમથી ક્ષય થાય છે.
અંતરકરણ સંબંધી ઉકેરાતા દલિકનો નિક્ષેપવિધિનો નિયમ આ પ્રમાણે છે -
(૧) અંતરકરણ કરે ત્યારે જે કર્મનો બંધ અને ઉદય એમ બને ચાલુ હોય તેના અંતરકરણનું કર્મદલિક પહેલી-બીજી એમ બને સ્થિતિમાં નાખે છે. જેમકે પુરુષવેદના ઉદયે શ્રેણી માંડનારને પુરુષવેદનો બંધ પણ છે અને ઉદય પણ છે. તેથી પુરુષવેદનું અંતરકરણનું દલિક પુરુષવેદની બન્ને સ્થિતિમાં નખાય છે.
(૨) જે કર્મોનો માત્ર બંધ હોય પણ ઉદય ન હોય તે કર્મોનું અંતરકરણનું કર્મદલિક માત્ર બીજી સ્થિતિમાં નખાય છે. જેમકે નપુંસકવેદના ઉદયે શ્રેણી માંડનારને પુરુષવેદનો બંધ જ માત્ર છે. તેથી તેના અંતરકરણનું દલિક માત્ર બીજી સ્થિતિમાં જ નાખે છે.
(૩) જે કર્મોનો બંધ ન હોય પણ કેવલ ઉદય જ હોય તેવા કર્મોના અંતરકરણનું દલિક માત્ર પ્રથમ સ્થિતિમાં જ નખાય છે. જેમકે નપુંસકવેદના ઉદયે શ્રેણીના પ્રારંભકને નપુંસકવેદનું કર્મદલિક પહેલી સ્થિતિમાં જ નખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org