Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮૮
ગાથા : ૮૨
છઠ્ઠો કર્મગ્રંથ
રસઘાત ચાલુ કરશે નહીં પણ એક અંતર્મુહૂર્ત સુધી આ જ સ્થિતિઘાત-૨સઘાત ચાલશે. પાંચ સમય સુધી એકસામયિક અને પછી આન્તર્મુહૂર્તિક સ્થિતિઘાત-૨સઘાત થાય છે.
(૬) છઠ્ઠા સમયે મન્થાનમાંથી આત્મપ્રદેશોને સંકોચીને બહુ બહુ આત્મપ્રદેશોને પાછા લાવીને કપાટસ્થ કરે છે. અહિંથી આન્તર્મુહૂર્તિક સ્થિતિઘાત-રસઘાત ચાલુ થાય છે.
(૭) સાતમા સમયે કપાટમાંથી આત્મપ્રદેશોને પાછા લાવીને આ આત્મા દંડસ્થ બને છે. આ બન્ને સમયોમાં (છઠ્ઠા-સાતમા સમયમાં) ઘણા-ઘણા આત્મપ્રદેશો મૂલઔદારિક શરીરમાં આવી ગયા હોવાથી તેની પ્રવૃત્તિ વધવાથી ઔદારિક
મિશ્રકાયયોગ કહેવાય છે.
(૮) આઠમા સમયે દંડાત્મક ભાગમાંથી પણ આત્મપ્રદેશોને આકર્ષીને મૂલ જે ઔદારિક શરીર છે. તેમાં સર્વ આત્મપ્રદેશો લાવી દે છે. અને શરીરસ્થ બની જાય છે. તે સમયે આ કેવલી ભગવાન ઔદારિક કાયયોગવાળા બને છે.
આ રીતે કેવલીસમુદ્દાતમાં ૮ સમયપ્રમાણ કાલ લાગે છે. ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પહેલા અને આઠમા સમયે ઔદારિક કાયયોગવાળા રહે છે. બીજા-છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્ર કાયયોગવાળા, તથા ત્રીજા-ચોથા અને પાંચમા સમયે તૈજસ-કાર્મણ કાયયોગવાળા બને છે. તથા ૧ થી ૫ સમય સુધી સમયે સમયે સ્થિતિઘાત અને રસઘાત કરે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળે સ્થિતિઘાતરસઘાત કરે છે. આ રીતે સામયિકકંડક અને આન્તર્મુહૂર્તિક કંડક કરે છે. વળી શુભ કર્મપ્રકૃતિઓનો રસ પણ નાશ કરવાનો છે. કારણ કે હવે મોક્ષે જવું છે. રસ ભલે શુભનો હોય પણ તે કર્મ હોવાથી તેને લઈને મોક્ષે જવાય નહીં. તેથી તેનો રસ અશુભમાં સંક્રમાવીને નાશ કરે છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવો શુભના રસનો ઘાત કરે નહીં. તેથી અશુભમાં સંક્રમાવીને હવે અશુભ ૨સ થયો તેથી નાશ કરી શકે છે. આ જ સમુઘાતનો પ્રભાવ છે માહાત્મ્ય છે.
હવે મન-વચન કાયાના નિમિત્તે થનારો સાતાવેદનીયનો બંધ અટકાવવા માટે તથા શુભયોગોની પ્રવૃત્તિસ્વરૂપ શુક્લલેશ્યાને અટકાવવા માટે યોગોનો પણ નિરોધ કરે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
યોગનિરોધ
-
આત્મપ્રદેશોની હલન-ચલનરૂપ જે કંપમાન અવસ્થા છે તેને યોગ કહેવાય છે. અને આ હલન-ચલનરૂપ કંપમાન (અર્થાત્ અસ્થિર) અવસ્થાને અટકાવવી તેને યોગનિરોધ કહેવાય છે. વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી (૧ થી ૧૨ ગુણસ્થાનકોમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org