Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૮૧
૨૭૮
છઠ્ઠો કર્મગ્રંથ હવે નવમા ગુણઠાણાના ચોથા ભાગના પ્રથમ સમયે સંજવલન માયાની બીજી સ્થિતિમાંથી પહેલી કિટ્ટીના કર્મલિકને અપવર્તના કરણ વડે ઉતારીને પ્રથમ સ્થિતિરૂપે કરે છે અને વેદે છે. તેની ૧ આવલિકા બાકી રહે ત્યારે બીજી કિટ્ટીને ઉતારે, અને તેની પણ ૧ આવલિકા બાકી રહે ત્યારે ત્રીજી કિટ્ટીને ઉતારે છે અને પ્રથમ સ્થિતિરૂપે કરીને વેચે છે. બાકી વધેલી એક-એક આવલિકા આગળની કિટ્ટીમાં તિબૂક સંક્રમથી સંક્રમી જાય છે. બીજી સ્થિતિમાં બાંધેલું જે કર્મલિક વધેલું છે તે ગુણસંક્રમથી પરમાં સંક્રમી જાય છે. તથા ત્રણે કિટ્ટીઓને ભોગવવાના કાલે બીજી સ્થિતિમાંથી પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે ગુણસંક્રમથી પરમાં સંક્રમાવવાનું કામ પણ ચાલુ જ હોય છે. આ રીતે આગળ વધતાં માયાની ત્રીજી કિટ્ટીની એક આવલિકા જ્યારે બાકી રહે છે. ત્યારે નવમા ગુણઠાણાનો ચોથો ભાગ સમાપ્ત થાય છે. માયાનાં બંધ-ઉદયઉદીરણા વિચ્છેદ પામે છે. સત્તા પણ પહેલી સ્થિતિમાં એક આવલિકા અને બીજી સ્થિતિમાં ૧ સમયગૂન ર આવલિકા જ રહે છે. બાકીની બધી જ માયા પણ ક્ષીણ થયેલી જાણવી.
હવે નવમાં ગુણઠાણાના પાંચમા ભાગે સંજ્વલન લોભની બીજી સ્થિતિમાં રહેલી પહેલી કિટ્ટીકૃત કર્મલિકને અપવર્તન કરણ વડે આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે કરે અને વેદ, તેની સાથે માયાની ત્રીજી કિટ્ટીનું પ્રથમ સ્થિતિમાં વધેલું એક આવલિકા પ્રમાણ કર્મ દલિક સ્તિબૂક સંક્રમથી સંક્રમાવીને ભોગવી લે છે. અને બીજી સ્થિતિમાં છેલ્લા બંધકાળમાં બાંધેલું ૧ સમયજૂન ૨ આવલિકા પ્રમાણ કર્મદલિક ગુણસંક્રમથી લોભની બીજી સ્થિતિમાં સંક્રમાવીને તેટલા જ કાળે માયાનો સર્વથા ક્ષય કરે છે. આ પ્રમાણે એક અંતર્મુહૂર્ત કાળ ગયે છતે લોભની પ્રથમ સ્થિતિગત પ્રથમ કિટ્ટીકૃત કર્મદલિક એક આવલિકાનું જ બાકી રહે છે શેષ ક્ષીણ થાય છે.
ત્યાર પછીના સમયે લોભની દ્વિતીય સ્થિતિમાં રહેલું બીજી કિટ્ટીનું કર્મ દલિક અપવર્તના કરણ વડે આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે કરે છે અને વેદે છે. આ પ્રમાણે લોભની બીજી કિટ્ટીકૃત કર્મલિકને નીચે લાવીને જ્યારે વેદતો હોય છે ત્યારે બીજી સ્થિતિમાં જે ત્રીજી કિટ્ટીકૃત કર્મદલિક પડેલું છે. તેને અતિશય સૂક્ષમ કિટ્ટીરૂપે કરવાનું કામ ખાસ કરે છે. આ વાત સમજાવે છે કે - તે કાલે બીજું એક નવું કાર્ય પણ કરે છે. નવું કાર્ય શું કરે છે ? આવા પ્રશ્નનો જવાબ તે સમજવો કે પ્રથમ સ્થિતિરૂપે કરાયેલી લોભની બીજી કિટ્ટીને વેદતો વેદતો તે જીવ, તે જ લોભની બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટીનાં કર્મદલિકોનો (કિટ્ટીરૂપે તો છે જ, તેમાં પણ અનંતગુણહીન - અનંતગુણહીન) રસહીન કરવા દ્વારા અત્યન્ત સૂક્ષ્મ એવી કિટ્ટીઓ કરે છે. બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org