Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૮૨ મનુષ્ય ભવનું જેટલું આયુષ્ય બાકી છે તે આયુષ્યમાંથી ૧ અંતર્મુહૂર્ત કાલ વિનાનો તમામ કાલ અહીં પસાર કરે છે. તે કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ હોય છે અહિં કવિઓ એવી ઘટના કરે છે કે ૮થી૧૨ ગુણઠાણામાં મોહસાગરને તરવામાં જાણે ઘણી જ મહેનત પડી છે તેથી તેનો થાક અહીં ઉતારતા હોય તેમ વિશ્રામ લે છે. આ માત્ર કવિની કલ્પના સમજવી. આમ કરતાં તેરમા ગુણઠાણાનો ૧ અંતર્મુહૂર્ત કાલ બાકી રહે ત્યાં સુધી આ ભગવાન જાય છે.
સયોગીકેવલી ગુણઠાણે વેદનીયકર્મ-નામકર્મ અને ગોત્રકર્મના સ્થિતિઘાતાદિ ચાલુ જ રહે છે. કારણ કે તે કર્મોનો ક્ષય કરવાનો હજુ બાકી છે. તથા બંધની બાબતમાં એક સાતવેદનીયનો જ સ્થિતિબંધ-રસબંધ વિનાનો બંધ ચાલુ હોય છે. તીર્થકર નામકર્મ આદિ ૪૨ પ્રકૃતિઓનો ઉદય સર્વ જીવોને આશ્રયી હોય છે. એક જીવને આશ્રયી છઠ્ઠા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે ૩૦-૩૧ નો ઉદય હોય છે. અને ૮૫ ની સત્તા હોય છે. આ ગુણઠાણે કેવલી ભગવંતોને “ધ્યાનાન્સરિકા” દશા હોય છે. એટલે કે કર્મબંધના હેતુભૂત આર્ત-રૌદ્ર ધ્યાન તો હોતાં જ નથી, પરંતુ સાધનાકાલ ન હોવાથી ધર્મધ્યાન પણ નથી, શુક્લધ્યાનના પ્રથમના ૨ પાયા પૂર્વધર એવા છઘસ્થોને જ હોય છે તેથી બારમાના ચરમસમય સુધી જ તે ઘટે છે. કેવલી અવસ્થામાં તે પણ નથી અને છેલ્લા બે પાયા યોગનિરોધકાલે અને ચૌદમે જ સંભવે છે. તેથી કેવલી ભગવાનને તેરમા ગુણઠાણે કોઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી. માટે ધ્યાનના વિરહવાળી ધ્યાનાારિકા દશા હોય છે.
સયોગીકેવલી ભગવંતો પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે ભવોપગ્રાહી કર્મોને ખપાવવા “કેવલી સમુઘાત” “યોગનિરોધ” અને “શૈલેશીકરણ” જેવી ખાસ વિશિષ્ટ પ્રક્રિયા કરે છે. તે કરતાં પહેલાં આયોજિકારણ સર્વે કેવલીભગવંતો અવશ્ય કરે છે. (મા = સમન્તાત્ ચારે બાજુની મર્યાદાપૂર્વક, યોનિ = યોગવ્યાપાર, વV = કરવું અર્થાત્ તેવા પ્રકારની વિશિષ્ટ ક્રિયા)
(૧) કેવલી ભગવંતોની દૃષ્ટિએ મર્યાદાવાળા શુભયોગોની એક પ્રકારની વિશિષ્ટ પ્રક્રિયા કરવી. તે આયોજિકાકરણ કહેવાય છે. આ પ્રક્રિયા તેઓ જ જાણે છે અને તેઓ જ કરી શકે છે.
(૨) આ પ્રક્રિયાને આવશ્યકકરણ, અવશ્યકરણ, આવર્જિતકરણ પણ કહેવાય છે. કોઈ પણ કેવલી ભગવંતોને પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે આ કરણ અવશ્ય કરવું જ પડે છે. આ કરણ અવશ્ય કરવાનું જ હોય છે. તેથી તેને આવશ્યકકરણ પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org