Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 272
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૫ ૨૫૯ બલવાળા છે અને એકોત્તરવૃદ્ધિનો ક્રમ તોડી નાખવાથી તે પરમાણુઓના રસની શક્તિ તુટી જાય છે. તેથી તેને કિટ્ટી કરી (ગુજરાતી ભાષામાં ચૂરો કર્યો) એમ કહેવાય છે. પ્રતિ સમયે આવી અનંતી કિટ્ટીઓ જીવ કરે છે. પહેલા સમયે અનંતી, બીજા સમયે અસંખ્યાતગુણ હીન એવી અનંતી એમ દરેક સમયોમાં અસંખ્યાતગુણ હીનઅસંખ્યાતગુણ હીન એવી અનંતી અવંતી કિટ્ટીઓ કરે છે. સામાન્યથી પાંચમા કર્મગ્રંથમાં જે જઘન્ય રસબંધ આવ્યો છે તેમાં કહેલા જઘન્યરસબંધ કરતાં પણ અનંતગુણહીન રસવાળી આ કિટ્ટીઓ જાણવી. હીન-હીન રસવાળી કરાતી કિટ્ટીઓમાં કર્મદલિકો અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ સમજવાં. પહેલા સમયે કરાયેલ સકલકિટ્ટીગત કર્મદલિક સૌથી થોડું જાણવું. તેના કરતાં બીજા સમયે અનંતગુણ હીન રસવાળી કરાયેલી કિટ્ટીઓમાં (કિટ્ટીઓ થોડી હોવા છતાં પણ) કર્મલિકો અસંખ્યાતગુણ જાણવાં. તથા પહેલા સમયની સકલ કિટ્ટીઓમાં જે રસ કર્યો હોય તેના કરતાં બીજા સમયની કરાયેલી સકલ કિટ્ટીઓમાં રસ અનંતગુણહીન હોય છે. - તથા એક સમયમાં જે અનંતી કિટ્ટીઓ કરાઈ હોય (ધારોકે ૧૦૦ કિટ્ટીઓ કરાઈ છે.) તો તેમાં પણ અતિમંદ રસવાળી પહેલી કિટ્ટીમાં કર્મપરમાણુઓ ઘણા હોય, અનંતગુણ અધિક રસવાળી બીજી કિટ્ટીમાં પરમાણુઓ વિશેષહીન હોય, તેના કરતાં પણ અનંતગુણ રસવાળી ત્રીજી કિટ્ટીમાં પરમાણુઓ વિશેષહીન હોય, આમ સૌથી ઉત્કૃષ્ટ રસવાની છેલ્લી (૧૦૦મી) કિટ્ટીમાં પરમાણુઓ વિશેષહીન જાણવા. આ જ રીતે બીજા સમયની કિટ્ટીઓમાં, ત્રીજા સમયની કિટ્ટીઓમાં એમ કિટ્ટીકરણોદ્ધાના છેલ્લા સમય સુધી જાણવું. તથા પહેલા સમયે કરાયેલી અનંતી (૧ થી ૧૦૦) કિટ્ટીઓમાં પહેલી કિટ્ટી સૌથી મન્દ રસવાળી હોય અને ૧૦૦મી કિટ્ટી ઉત્કૃષ્ટ રસવાળી હોય. તેવી જ રીતે બીજા સમયે કરાયેલી અનંતી (૧ થી ૧૦૦) કિટ્ટીઓમાં ૧લી કિટ્ટી મંદ રસવાળી અને છેલ્લી કિટ્ટી ઉત્કૃષ્ટ રસવાળી હોય. છતાં પહેલા સમયની મંદ રસવાળી પહેલી કિટ્ટી કરતાં બીજા સમયની ઉત્કૃષ્ટ રસવાળી છેલ્લી કિટ્ટીનો રસ અનંતગુણહીન સમજવો. આવી જ રીતે બીજા સમયની જઘન્ય રસવાળી પહેલી કિટ્ટી કરતાં ત્રીજા સમયની ઉત્કૃષ્ટ રસવાળી છેલ્લી (૧૦૦મી) કિટ્ટીમાં જે રસ છે તે અનંત ગુણહીન સમજવો. આમ છેલ્લા સમય સુધી અલ્પબદુત્વ જાણવું. તથા પ્રદેશોનું અલ્પબદુત્વ ઉપર કરતાં કંઈક જુદું છે. પ્રથમ સમયે કરાયેલી કિટ્ટીઓમાં જે ઘણા પ્રદેશોવાળી કિટ્ટી છે. તેના કરતાં બીજા સમયે કરાયેલી કિટ્ટીઓમાં જે અલ્પપ્રદેશવાળી કિટ્ટી છે. તેમાં રહેલા પ્રદેશો પ્રથમ સમયની વધુ પ્રદેશવાળી ટ્ટિી કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380