Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭૭ सप्ताष्टौ नव च पञ्चदश, षोडशाष्टादशैवैकोनविंशतिः । एकाधिक-द्वि-चतुर्विशतिः, पञ्चविंशतिः बादरे जानीहि ।। ७६ ।।
ગાથાર્થ - ઉપશમશ્રેણીમાં અનિવૃત્તિનાદર સંપરાય નામના નવમા ગુણઠાણે મોહનીયકર્મની ૭-૮-૯-૧૫-૧૬-૧૮-૧૯-૨૧-૨૨-૨૪ અને ૨૫ પ્રકૃતિઓ ઉપશાન્ત થયેલી જાણવી. // ૭૬ /
વિવેચન - ભાવાર્થ પૂર્વની ગાથામાં ઘણો જ સમજાવેલ છે. દર્શન સપ્તક ઉપશમાવીને શ્રેણી ઉપર જ્યારે આરૂઢ થાય ત્યારે પ્રારંભમાં ૭ પ્રકૃતિઓ ઉપશાન્ત હોય છે. નવમા ગુણઠાણે નપુંસક વેદ ઉપશમાવે ત્યારે ૮ ઉપશાન્ત થાય છે. સ્ત્રીવેદ ઉપશમાવે ત્યારે ૯ ઉપશાન્ત થાય છે. હાસ્યાદિ ષક ઉપશમાવે ત્યારે ૧૫ ઉપશાન્ત થાય છે. આ રીતે પુરુષવેદ ઉપશાન્ત થયે છતે ૧૬, બે ક્રોધ ઉપશાન્ત થયે છતે ૧૮, સંજ્વલન ક્રોધ ઉપશાન્ત થાય ત્યારે ૧૯, બે માન ઉપશાન્ત થાય ત્યારે ૨૧, સંજ્વલન માન ઉપશાના થાય ત્યારે ૨૨, બે માયા ઉપશાત થાય ત્યારે ૨૪, અને સંજવલન માયા ઉપશાન્ત થાય ત્યારે ૨૫ પ્રકૃતિઓ ઉપશાન્ત થયેલી નવમા ગુણઠાણે મળે છે. આ રીતે ઉપર કહેલા આંકવાળી પ્રકૃતિઓ નવમા ગુણઠાણે ઉપશાન્ત થયેલી છે. તે ૭૬ /
सत्तावीसं सुहुमे, अट्ठावीसं च मोहपयडीओ । उवसंतवीअराए, उवसंता हुंति नायव्वा ।। ७७ ।। सप्तविंशतिस्सूक्ष्मे, अष्टाविंशतिश्च मोहप्रकृतयः । उपशान्तवीतरागे, उपशान्ता भवन्ति ज्ञातव्याः ।। ७७ ॥
ગાથાર્થ - સૂક્ષ્મસંપરાય ગુણઠાણે ૨૭, અને ઉપશાજમોહ ગુણઠાણે ૨૮ મોહનીય કર્મની પ્રકૃતિઓ ઉપશાન્ત થયેલી જાણવી. // ૭૭ /
વિવેચન - નવમા ગુણઠાણામાં ૨૫નો ઉપશમ થયા પછી તેના ચરમ સમયે બે લોભનો ઉપશમ થતાં અને તે જ કાલે નવમું ગુણસ્થાનક સમાપ્ત થતાં દશમા ગુણઠાણે ૨૭ મોહનીય કર્મની પ્રકૃતિઓ ઉપશાન્ત થયેલી મળે છે. દશમાના અન્તિમ સમયે સંજ્વલન લોભ ઉપશાન્ત થતાં અગિયારમા ગુણઠાણે ૨૮ મોહપ્રકૃતિઓ ઉપશાન્ત થયેલી મળે છે. આ રીતે અહીં ઉપશમશ્રેણીનું સ્વરૂપ સમાપ્ત થાય છે.
આ ૭૬ અને ૭૭ બને ગાથાઓ મૂલ “સપ્તતિકા” ગ્રંથમાં નથી. તેની ચૂર્ણિમાં અને પૂ. મલયગિરિજી કૃત સપ્તતિકાની વૃત્તિમાં વિવેચનમાં સાક્ષીપાઠ રૂપે છે. કયા ગ્રંથની છે ? તેનો ઉલ્લેખ અમને મળી શક્યો નથી. મેં ૭૭ છે.
ઉપશમશ્રેણી સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org