Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬૪
ગાથા : ૦૮
છઠ્ઠો કર્મગ્રંથ હવે ક્ષપકશ્રેણીનું સ્વરૂપ કહેવાય છે - पढमकसायचउक्कं, इत्तो मिच्छत्तमीससम्मत्तं । अविरयसम्मे देसे, पमत्ति अपमत्ति खीयंति ।। ७८ ॥ प्रथमकषायचतुष्कं, एतस्मात् मिथ्यात्वमिश्रसम्यक्त्वम् । अविरतसम्यक्त्वे देशे, प्रमत्तेऽप्रमत्ते क्षपयन्ति ।। ७८ ॥
ગાથાર્થ - ક્ષપકશ્રેણીમાં જીવો પ્રથમ ચાર અનંતાનુબંધી ખપાવે છે. ત્યારબાદ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે, દેશવિરતે, પ્રમત્ત અને અપ્રમત્તે મિથ્યાત્વ-મિશ્ર અને સમ્યકત્વમોહનીય કર્મને આ જીવો ખપાવે છે. // ૭૮ //
વિવેચન - ક્ષપકશ્રેણીનો પ્રારંભ ક્ષાયિક સમ્યકત્વી મનુષ્ય જ કરે છે. તે માટે પ્રથમ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવું પડે છે. ક્ષાયિક સમ્યકત્વ પામવા માટે ૮ વર્ષથી ઉપરની ઉંમરવાળો, પ્રથમ સંઘયણવાળો, જિનેશ્વરના કાલમાં વર્તનારો મનુષ્ય, અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે, દેશવિરતિ ગુણઠાણે, પ્રમત્ત અથવા અપ્રમત્ત ગુણઠાણે વર્તતો છતો પ્રથમ ચાર અનંતાનુબંધી કષાયને અને ત્યાર પછી દર્શનમોહનીય-ત્રિકને ખપાવે છે. આ ક્ષાયિક સમ્યકત્વ પામવાની સઘળી વિધિ ઉપશમશ્રેણીમાં પાના નં. ૨૪૧૨૪૨ માં કહેલી વિધિ મુજબ અહીં જાણી લેવી. ફરીથી લખતા નથી. આ ક્ષાયિક સમ્યકત્વી જીવ જો પૂર્વબદ્ધાયુષ્ક હોય તો અનંતાનુબંધીને ખપાવીને ૨૪ની સત્તાવાળો થયો છતો અથવા દર્શનમોહનીય-ત્રિકને ખપાવીને ર૧ની સત્તાવાળો થયો છતો વિરામ પામી જ જાય છે. સંસારમાં ત્રણ અથવા ચાર ભવ કરીને પછી ક્ષપકશ્રેણી માંડે છે. કવચિત્ પાંચ ભવ પણ કરીને લપક શ્રેણી માંડે છે અને જો અબદ્ધાયુષ્ક હોય તો તે જ ભવે ક્ષપકશ્રેણી પ્રારંભે છે.
ક્ષપકશ્રેણી માંડનારો પણ મનુષ્ય જ હોય છે. સૌથી પ્રથમ આ મનુષ્ય ત્રણ કરણ કરે છે. યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણઠાણે, અપૂર્વકરણ આઠમા ગુણઠાણે અને અનિવૃત્તિકરણ નવમા ગુણઠાણે કરે છે. આ ત્રણ કરણનું વર્ણન પૂર્વે ઉપશમશ્રેણીમાં અનાદિ મિથ્યાત્વી જીવને સમ્યકત્વ પામવાની પ્રક્રિયામાં પાના નં. ૨૨૮ થી ૨૩૭ સુધીમાં જેમ જણાવ્યું છે, તેમ અહીં જાણવું. વિશેષતા માત્ર એટલી જ છે કે અહીં અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ અપૂર્વકરણના પ્રથમ સમયથી ચાલુ થાય છે. તથા આયુષ્ય વિનાનાં ૭ કર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ પૂર્વની જેમ જાણી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org