Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬૨
ગાથા : ૭૬
છઠ્ઠો કર્મગ્રંથ માયા અને લોભના ઉદયે શ્રેણીનો પ્રારંભ કરનારાની વિધિ પંચસંગ્રહાદિમાંથી જાણી લેવી. હવે અગિયારમા ગુણઠાણે મોહ ઉપશાન્ત હોવાથી (એટલે કે ક્ષય થયેલ ન હોવાથી) તે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે વધુમાં વધુ અંતર્મુહૂર્ત બાદ આ જીવનું અવશ્ય પતન થાય છે.
તે પતન બે પ્રકારે છે. (૧) ભવક્ષય, (૨) અદ્ધાક્ષય, જેનું આયુષ્ય સમાપ્ત થઈ જાય અને મૃત્યુ પામે તેના કારણે જે પડે તેને પ્રથમ સમયથી જ બધાં કરણો પ્રવર્તે છે. મૃત્યુ પામીને દેવલોકમાં જ જાય છે. કારણ કે દેવાયુષ્ય વિના શેષ આયુષ્ય બંધાયે છતે ઉપશમ શ્રેણીનો પ્રારંભ જ થતો નથી. તેથી ૧૧માથી સીધું ૪થું ગુણસ્થાનક આવે છે. આ જીવ મૃત્યુ પામીને વૈમાનિક દેવલોકમાં જાય છે એમ જાણવું (પંચ. ઉપશમના. ગાથા ૯૨). કમ્મપતિમાં કહ્યું છે કે મૃત્યુ પામીને દેવ જ થાય છે. (ઉપશમના કરણ ગાથા ૬૩) તથા પંચસંગ્રહમાં ઉપશમનાકરણની ૯૩મી ગાથામાં એમ પણ કહ્યું છે કે ૧૧મે થી પડીને સાસ્વાદને પણ આવે છે અને ત્યાં કાળ કરે તો પણ તે દેવ થાય છે.
જે જીવ કાલક્ષયે પડે છે તે જેમ ચઢ્યો હતો તેમ જ પડે છે. પ્રથમ સૂમ કિટ્ટીઓના ઉદયવાળો બની ૧૦મા ગુણઠાણે આવે છે. પછી ૯-૮-૭-૬ સુધી નિયમા પડે જ છે. પ્રમત્ત-અપ્રમત્તે ઘણીવાર સ્પર્શીને દેશવિરતિ-અવિરતિ-થઈને કોઈ કોઈ જીવ સાસ્વાદને પણ જાય છે અને ત્યાંથી મિથ્યાત્વે પણ જાય છે.
એકભવમાં એક જીવ વધારેમાં વધારે બે વાર ઉપશમ શ્રેણી માંડે છે. તે જીવ તે ભવમાં ક્ષપકશ્રેણી માંડતો નથી. પણ જે જીવ એકભવમાં એકવાર ઉપશમશ્રેણી માંડે છે તે જીવ તે ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકે છે. આવો કર્મગ્રંથકારનો અભિપ્રાય છે. સિદ્ધાન્તકારનો અભિપ્રાય એવો છે કે એક ભવમાં એક વાર પણ જો ઉપશમશ્રેણી માંડી હોય તો તે જીવ તે ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. એક જીવ એક ભવમાં વધુમાં વધુ બે વાર ઉપશમશ્રેણી માંડી શકે છે અને આખા સંસારચક્રમાં ચાર વાર ઉપશમશ્રેણી માંડી શકે છે. આ પ્રમાણે અભ્યાસકને સરળ પડે તે રીતે પંચસંગ્રહના ઉપશમના કરણના આધારે અમે ઉપશમશ્રેણીનું સ્વરૂપ સમજાવ્યું છે. ગ્રંથકારશ્રી આ જ વાતને અતિશય સંક્ષિપ્ત રીતે ગાથા ૭૬-૭૭ માં જણાવે છે. તે બને ગાથાઓ આ પ્રમાણે છે. તે ૭૫ |
सत्तट्ठ नव य पनरस, सोलस अट्ठारसेव गुणवीसा । एगाहि दु चउवीसा, पणवीसा बायरे जाण ।। ७६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org