Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫૮
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમ સમયથી જ ૩ લોભનો ઉપશમ તો ચાલુ જ છે. સં. માયાની પ્રથમ સ્થિતિ જે આવલિકા પ્રમાણ બાકી રાખી હતી તે સં. લોભમાં સ્તિબૂક સંક્રમથી સંક્રમાવે પણ છે જ. સં. માયાની બીજી સ્થિતિમાં ૧ સમયજૂન ૨ આવલિકા પ્રમાણ માયાનું અનુપશાન્ત જે કર્મલિક છે. તે ઉપશમાવે પણ છે જ. તેની સાથે સાથે સંજવલન માયાના સંક્રમથી લોભમાં આવેલાં અને સંજ્વલન લોભ સ્વરૂપે પૂર્વકાલમાં બંધાયેલાં કર્મલિકોમાં તે કાલે જે રસબંધ કરેલો છે. તે રસબંધમાં પાંચમા કર્મગ્રંથમાં જણાવેલા રસબંધ પ્રમાણે જે વર્ગણાઓ અને રસનાં સ્પર્ધકો કરેલાં છે. તેને પૂર્વ સ્પર્ધક કહેવાય છે. તેમાંથી પ્રતિસમયે કર્મદલિકોને ગ્રહણ કરી કરીને અત્યન્ત હીન રસવાળાં કરવાં, પરંતુ વર્ગણાઓ અને સ્પર્ધકનો જે એકોત્તર વૃદ્ધિનો ક્રમ છે. તે તોડવો નહીં અને અધિક રસવાળાને અત્યન્તહીન રસપણે પૂર્વની જેમ જ સ્પર્ધકરૂપે બનાવવાં. તેને અપૂર્વ સ્પર્ધક કહેવાય છે. આટલો બધો હિનરસ આજસુધી સંસારમાં કદાપિ કર્યો નથી. તેથી આ સ્પર્ધકોને અપૂર્વસ્પર્ધક કહેવાય છે. આ રીતે સં. લોભને અત્યન્ત હીન રસવાળો કરીને અપૂર્વસ્પર્ધક કરે છે. કલ્પનાથી ૮૧ થી ૯૨ સમયવાળા પહેલા ભાગમાં (અશ્વકર્ણકરણાદ્ધામાં) આ અપૂર્વસ્પર્ધકો કરે છે.
૩= ઘોડાના વ = કાનની જેમ ર = કરવાનો રહી = જે કાલ. ઘોડાનો કાન જેમ પ્રારંભમાં વિસ્તૃત અને પછી સંકુચિત-સંકુચિત હોય છે. તેમ પ્રથમ સમયથી બીજા-ત્રીજા સમયે હીન-હીન રસ થતો હોવાથી ઘોડાના કાનની ઉપમા ઘટવાથી આવું નામ રાખેલ છે. હજારો સ્થિતિબંધ ગયે છતે આ અશ્વકકરણોદ્ધા સમાપ્ત થાય છે. તે કાલે સં.લોભનો બંધ દિનપૃથક–પ્રમાણ થાય છે અને બાકીના કર્મોનો સ્થિતિબંધ વર્ષ પૃથકત્વનો થાય છે. (પંચ. ઉપ. કરણ ગાથા ૭૪ થી ૭૬). કિટ્ટીકરણાદ્ધાનું વર્ણન -
અશ્વકર્ણકરણાદ્ધ સમાપ્ત કરીને આ જીવ કિટ્ટીકરણાદ્ધા નામના બીજા ભાગમાં કલ્પનાથી ૯૩ થી ૧૦૪ માં પ્રવેશે છે. ત્યાં સંજ્વલન લોભનાં પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકો એમ બન્નેમાંથી પ્રતિસમયે દલિકો ગ્રહણ કરીને તે દલિકોમાં જે રસ છે. તેમાંથી અનંતગુણ હીન-અનંતગુણ હીન રસ કરવા વડે અને “સ્પર્ધકપણાની જે એકોત્તર વૃદ્ધિ સ્વરૂપતા છે” તેને તોડી નાખીને છુટા છવાયાં હીન રસવાળાં કર્મદલિકોને કરવા રૂપે કિટ્ટીઓ કરે છે. જેમ એક સોપારી છે કે જેમાં પરમાણુઓ અત્યંત ઘનીભૂતપણે પરસ્પર ગોઠવાયેલા છે. તેથી ખાઈ શકાતી નથી. પણ તેનો ચૂરો કર્યો હોય તો પરમાણુ છુટા છવાયા થવાથી તેનું સંગતિપણાનું બલ તુટી જાય છે. સુખે સુખે ખવાય છે. તેમ એકોત્તરવૃદ્ધિરૂપે રહેલા રસવાળા પરમાણુઓ સંગઢિત હોવાથી વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org