Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫૪
ગાથા : ૭૫
સંજ્વલનાદિ ત્રણ ક્રોધ કષાયની ઉપશમના -
નવમા ગુણઠાણામાં જ્યારે જીવ અવેદક થાય છે ત્યારથી એટલે વેદનો ઉદય વિરામ પામે તેના બીજા સમયથી જ અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ત્રણે પ્રકારના ક્રોધને પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે ઉપશમાવે પણ છે અને પ્રથમના બે ક્રોધને પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે ગુણસંક્રમ દ્વારા પરમાં (સં. ક્રોધાદિમાં) સંક્રમાવે પણ છે. તથા સંજ્વલન ક્રોધને પ્રતિસમયે યથાપ્રવૃત્ત સંક્રમ વડે સં. માનાદિમાં સંક્રમાવે છે. સં. ક્રોધનો બંધ ચાલુ હોવાથી તેનો ગુણસંક્રમ થતો નથી. સંજ્વલન ક્રોધનો બંધ-ઉદય-ઉદીરણા-સત્તા અને આગાલ વગેરે હજુ ચાલુ જ રહે છે.
Jain Education International
જ્યારે અવેદક થઈને ત્રણ ક્રોધની ઉપશમના ચાલુ કરી ત્યારે પુરુષવેદની બીજી સ્થિતિમાં એક સમયન્યૂન બે આવલિકા કાલમાં બાંધેલું જે કર્મદલિક અનુપશાન્ત હતું. તે હવે તેટલા જ કાલમાં ઉપશમાવે છે. તેનું કારણ એ છે કે જે કોઈ કર્મ જ્યારે બંધાય છે. તે કર્મ ત્યારથી માંડીને ૧ આવલિકા સુધી તો એમને એમ પડ્યું જ રહે છે. કારણ કે બંધાવલિકા પૂરી થયા પહેલાં તેમાં કોઈ કરણ લાગતાં જ નથી. તથા એક આવલિકા વીત્યા પછી તે કર્મદલિકોનો જીવ સંક્રમ શરૂ કરે છે. જે બીજી આવલિકા પસાર થયે છતે સંપૂર્ણ સંક્રમ પૂર્ણ થાય છે. જેમકે ૪ સમયની ૧ આવલિકા ગણીએ અને નવમા ગુણઠાણાના ૧૦૦ સમય જેટલો કાલ કલ્પીને ૨૦૨૦ સમયના પાંચ ભાગ માનીએ તો ૨૦મા સમયે (એટલે કે નવમા ગુણઠાણાના પહેલા ભાગના છેલ્લા સમયે) પુરુષવેદ જે ૧૬ વર્ષની સ્થિતિ પ્રમાણ બંધાયો છે. તે ૨૦-૨૧-૨૨-૨૩ સમય સુધી બંધાવલિકા હોવાથી સત્તામાં જ રહે, તેમાં કોઈ કરણ લાગતાં નથી ૨૪મા સમયથી તેનો પર પ્રકૃતિમાં સંક્રમ થવા લાગે છે. તે ૨૪૨૫-૨૬-૨૭ એમ ૪ સમયની બીજી આવલિકાએ ૫૨માં સંક્રાન્ત થઈ જાય છે. એટલે તેની (પુરુષવેદની) સત્તા જ ૨૭મા સમય સુધી ગણાય છે. તે ૨૭મા સમયે પરમાં ચાલી જાય છે. તેથી ૨૦મા સમયે બંધવિચ્છેદ થયા પછી ૨૧ થી ૨૭ એમ ૭ સમય (અર્થાત્ ૧ સમયન્સૂન ૨ આવલિકા) જેટલો જ પુરુષવેદ હોય છે. આ જ રીતે ૧૯મા સમયે બાંધેલો પુરુષવેદ ૨૬મા સમય સુધી સત્તામાં હોય છે. ૨૬મા સમયે નિર્લેપ થાય છે. ૧૮મા સમયે બાંધેલો પુરુષવેદ ૨૫મા સમય સુધી સત્તામાં હોય છે. ૨૫મા સમયે નિર્લેપ થાય છે. આ રીતે વિચારતાં બંધવચ્છેદ પછીના ૨૧મા સમયે ૧૪મા સમયથી જે જે બાંધેલું છે તે કર્મ સત્તામાં હોય છે. ૧૪ થી ૨૦ સમય એટલે એક સમયન્સૂન બે આવલિકા. હેમાળ ડ કરાતાને કર્યું કહેવાય, એટલે નાશ પામતાને નાશ પામ્યું કહેવાય. આ ન્યાય જો લગાડીએ તો
છઠ્ઠો કર્મગ્રંથ
For Private & Personal Use Only
-
www.jainelibrary.org