Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૫
૨૪૭ મોહનીયનો બંધ અસંખ્યયગુણ, (૩) અને તેનાથી જ્ઞાનાવરણીયાદિ ૪નો બંધ અસંખ્યાતગુણ, આ પ્રમાણે બંધ અને સત્તા ઘટતી જાય છે. (સારાંશ કે મોહનીય કર્મનો જે બંધ (અને સત્તા) જ્ઞાનાવરણીયાદિથી અસંખ્યાતગુણ અધિક છે, તે જ્ઞાનાવરણીયાદિથી અસંખ્યાતગુણહીન થઈ જાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે એક જ પ્રહાર દ્વારા મોહનીયકર્મનો બંધ (અને સત્તા) નામ-ગોત્રકર્મથી પણ અસંખ્યાતગુણહીન કરે છે. ત્યારે સૌથી અલ્પ બંધ (અને સત્તા) મોહનીયની, તેનાથી નામગોત્ર અસંખ્યાત ગુણ, અને તેનાથી જ્ઞાના. દ. વેદ. અને અંતરાયનો બંધ અને સત્તા અસંખ્યાતગુણ હોય છે.
ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે ત્રણ ઘાતી કર્મ અને વેદનીયકર્મનો જે બંધ (અને સત્તા) સમાન છે તેને બદલે ત્રણ ઘાતી કર્મોનો બંધ વેદનીયકર્મ કરતાં અસંખ્યાતગુણહીન કરે છે. ત્યારે (૧) મોહનીયનો અલ્પ (૨) નામ-ગોત્ર, (૩) ત્રણ ઘાતિકર્મ અને (૪) વેદનીયનો બંધ (અને સત્તા) અનુક્રમે અસંખ્યાતગુણ બને છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે જ્ઞાનાવરણીયાદિનો બંધ નામ-ગોત્રથી અસંખ્યાતગુણ હીન-હીન કરે છે. તેથી (૧) મોહનીયનો અલ્પ, (૨) જ્ઞાનાવરણીયાદિ ત્રણ, (૩) નામ-ગોત્ર અને (૪) વેદનીયનો બંધ (અને સત્તા) અનુક્રમે અસંખ્યાતગુણ બને છે. (પંચસંગ્રહ-ઉપશમના કરણ ગાથા - ૫૫-૫૬-૫૭-૫૮).
ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે (૧) મન:પર્યવજ્ઞાનાવરણીય અને દાનાત્તરાયનો જે આજ સુધી સર્વઘાતી રસ બંધાતો હતો તે હવેથી દેશઘાતી રસ બંધાય છે. આ જ ક્રમે હજારો સ્થિતિઘાત ગયે છતે અનુક્રમે (૨) લાભાન્તરાય અવધિજ્ઞાનાવરણીય-અવધિદર્શનાવરણીયનો દેશઘાતી રસ બંધાય છે. ત્યારબાદ (૩) ભોગાન્તરાય-અચક્ષુદર્શનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીયનો દેશઘાતી રસ બંધાય છે. ત્યારબાદ (૪) ચક્ષુદર્શનાવરણીયનો ત્યારબાદ (૫) ઉપભોગાનતરાય અને મતિજ્ઞાનાવરણીયનો, અને ત્યારબાદ (૬) વીર્યાન્તરાયનો દેશઘાતી રસ બંધાય છે. આ રીતે આ જીવો ૪ જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય અને ૫ અંતરાય એમ ૧૨ પ્રકૃતિઓનો રસ સર્વઘાતીને બદલે હવે દેશઘાતી જ બાંધે છે. આ ૧૨ પ્રકૃતિનો રસ દેશઘાતી તો બાંધે છે. પણ હજુ મંદ એવો બેઠાણીયો જ બાંધે છે એકઠાણીયો બાંધતો નથી. એકઠાણીયો તો હજુ આગળ ગયા પછી બાંધશે. અને (૧) મોહનીયનો અલ્પ, (૨) જ્ઞાનાવરણીયાદિ ત્રણનો, (૩) નામ-ગોત્રનો, અને (૪) વેદનીયનો બંધ અને સત્તા અનુક્રમે અસંખ્યાતગુણ હોય છે. (પંચ.ઉપ.ગાથા - ૫૮-૫૯) હવે શું થાય છે તે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org