Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૭૪
૨૨૫
પાછળથી બન્યા છે. પરંતુ અભ્યાસી જીવોને આ છટ્ઠા કર્મગ્રંથનો અભ્યાસ સુગમ પડે એટલા માટે ૧ થી ૫ પહેલાં ભણાવાય છે. અને આ સપ્તતિકા પછી ભણાવાય છે. એટલા માટે જ તેનું નામ “છઠ્ઠો કર્મગ્રંથ” આવું પ્રસિદ્ધિને પામ્યું છે. આ રીતે આ છઠ્ઠો કર્મગ્રન્થ સૌથી પ્રથમ બનેલ છે. તે માટે ગ્રંથકારશ્રીએ ઓઘબંધ અને માર્ગણા ઉપરનો બંધ ભણવાનું કથન કરેલ છે. માટે આ બંધવિધાન જે કર્યું છે તે, અને માર્ગણાઓમાં બંધવિધાન કરવાની જે સૂચના કરી છે તે બન્ને બરાબર ઉચિત જ છે. ॥ ૭૩ II
तित्थयरदेवनिरयाउअं च, तिसु तिसु गईसु बोधव्वं । अवसेसा पयडीओ, हवंति सव्वासु वि गई ।। ७४ ।। तीर्थंकरदेवनरकायुश्च तिसृषु तिसृषु गतिषु बोद्धव्यम् । અવશેષા: પ્રવૃતિયો, મત્તિ સર્વાપિ ગતિપુ ।। ૭૪ ।। ગાથાર્થ - તીર્થંકરનામકર્મ, દેવાયુષ્ય, અને નરકાયુષ્ય, આ ત્રણ કર્મની સત્તા ત્રણ ત્રણ ગતિમાં જ હોય છે. ચારે ગતિમાં હોતી નથી. બાકીની સઘળી પ્રકૃતિઓ ચારે ગતિમાં સત્તામાં હોઈ શકે છે. | ૭૪ ||
૬૮
વિવેચન - ઉદય-ઉદીરણાનું કથન ૬૭ ૬૯ ગાથામાં કહ્યું, બંધનું કથન ૭૦ થી ૭૪ ગાથામાં કહ્યું. હવે સત્તા સંબંધી કંઈક વિધાન આ ગાથામાં કહીને બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા સંબંધી કથન પૂર્ણ કરે છે.
-
તીર્થંકર નામકર્મ, દેવાયુષ્ય અને નરકાયુષ્ય આ ત્રણ કર્મ પ્રકૃતિઓ એવી છે કે જેની સત્તા ચાર ગતિઓમાંથી ત્રણ-ત્રણ ગતિમાં જ હોય છે. ચારે ગતિમાં હોતી નથી જ, તથા કોઈ એક ગતિમાં તેની સર્વથા સત્તા હોય, એમ પણ બનતું નથી. ત્યાં જે તીર્થંકર નામકર્મ છે. તેની સત્તા દેવભવમાં, મનુષ્યભવમાં, અને નરકના ભવમાં હોઈ શકે છે. પણ તિર્યંચના ભવમાં તેની સત્તા સંભવતી નથી. કારણ કે તિર્યંચગતિમાં જિનનામ બંધાતું પણ નથી. અને જિનનામકર્મ બાંધેલા જીવો તિર્યંચમાં જતા પણ નથી તેથી જિનનામની સત્તા તથાસ્વભાવે તિર્યંચના ભવમાં નિષેધેલી છે.
Jain Education International
-
દેવાયુષ્યની સત્તા દેવભવમાં, મનુષ્યભવમાં અને તિર્યંચના ભવમાં હોઈ શકે છે. પરંતુ નરકના ભવમાં હોઈ શકતી નથી. કારણ કે નારકીના જીવો દેવાયુષ્ય બાંધતા નથી. (જોકે દેવો પણ દેવાયુષ્ય બાંધતા નથી. તો પણ તે દેવોને ઉદયમાં વર્તતું દેવાયુષ્ય સત્તામાં છે). તથા નરકાયુષ્યની સત્તા નરકભવમાં, મનુષ્યભવમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org