Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૪ ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ આ આત્મા પાસે મિથ્યાત્વમોહનીયની ધારો કે ૧ થી ૧૦,૦૦૦ સમયની સ્થિતિસત્તા છે. તેમાં ૧ થી ૨૫ સમયનું યથાપ્રવૃત્તકરણ, ૨૫ થી ૫૦ સમયનું અપૂર્વકરણ, અને પ૧ થી ૭૫ સમયનું અનિવૃત્તિકરણ કરે છે. તે દરમ્યાન સ્થિતિઘાતાદિ વડે ઉપરની સ્થિતિનો ઘાત કરતાં કરતાં ૧૦,૦૦૦ સમયવાળી મિથ્યાત્વની સ્થિતિને તોડીને ૧૦૦૦ સમય પ્રમાણ સ્થિતિ રાખે છે. હવે પ૧ થી ૭૦ સમય સુધીનું સંખ્યાતા ભાગવાળું અનિવૃત્તિકરણ જાય ત્યારે ૭૧ થી ૭પ સમય સુધીની પ્રથમસ્થિતિ રાખીને ૭૬ થી ૧૦૦ સમય પ્રમાણ સ્થિતિનું અંતરકરણ કરે છે અને તેના કારણે ૧૦૧ થી ૧૦૦૦ સમયની સ્થિતિને બીજીસ્થિતિ કહેવાય છે. જેમકે -
૫૧ થી ૭૫ ૧ થી ર૫૨૬ થી ૨૦] અનિવૃત્તિકરણ ૭૬ થી ૧૦૦
૧૦૧ થી ૧૦૦૦ + + યપ્ર.ક. અપૂર્વકરણ,સં.ભાગો ૧ ભાગ | અંતરકરણ | બીજીસ્થિતિ
પ્રથમ
સ્થિતિ અનિવૃત્તિકરણનો જે સંખ્યાતમો ૧ ભાગ બાકી છે તે પ્રથમસ્થિતિ છે. તેની ઉપર ૭૬ થી ૧૦૦ સમય પ્રમાણની જે સ્થિતિ છે તેને અંતરકરણ કહેવાય છે. અને ૧૦૧ થી ૧૦૦૦ સમયની ઉપરની જે સ્થિતિ છે તેને દ્વિતીયા સ્થિતિ, ઉપરની સ્થિતિ અથવા બીજી સ્થિતિ કહેવાય છે. (૧) અપૂર્વસ્થિતિબંધ, (૨) ઉપરની સ્થિતિમાં છેલ્લેથી નવો સ્થિતિઘાત, અને (૩) અન્તરકરણ કરવાની ક્રિયા, આ ત્રણે અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ૧ ભાગ બાકી રહે ત્યારે સાથે જ શરૂ થાય છે. અને ૧ અંતર્મુહૂર્તકાલે સાથે જ સમાપ્ત થાય છે. અંતરકરણની ક્રિયા શરૂ કરવી એટલે કે અંતરકરણવાળી ભૂમિમાં (૭૫ થી ૧૦૦ માં) જે મિથ્યાત્વમોહનાં કર્મલિકો છે. તેને ત્યાંથી આકર્ષાને પહેલી સ્થિતિમાં અને બીજી સ્થિતિમાં પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે નાખવાં, અર્થાત્ તેટલી ભૂમિને ખાલી કરવી. મિથ્યાત્વમોહનાં દલિક વિનાની કરવી. આ ખાલી કરવાની જે પ્રક્રિયા તે અંતરકરણની ક્રિયા કહેવાય છે.
અંતરકરણનાં ઉકેરાતાં કર્મ દલિકોની સાથે ત્યાં ગુણશ્રેણીથી ગોઠવાયેલું પણ કેટલાક સમયનું દલિક ઉકેરાય છે. અને નીચે અનિવૃત્તિકરણના સંખ્યાતમા ભાગના સમયોમાં જ ગોઠવાય છે. તેમાંનો ચરમ સમય, તે જ ગુણશ્રેણીનું મસ્તક બને છે. અંતરકરણ (ભૂમિને શુદ્ધ-દલિટરહિત) કરવાની ક્રિયાનો પ્રારંભ થાય ત્યારે મિથ્યાત્વની જે પ્રથમસ્થિતિ છે તેને આ જીવ વિપાકોદયથી ભોગવતો ભોગવતો આગળ જાય છે.
(૧) ૫૧ થી ૭૫ સમયની કલ્પનાવાળા અનિવૃત્તિકરણમાં ૫૧ થી ૭૦ સમયવાળો સંખ્યાતાભાગનો કાળ જાણવો. અને ૭૧ થી ૭૫ સમયવાળા કાળમાં પ્રથમનો કેટલોક કાળ અંતરકરણની ક્રિયાનો જાણવો. ત્યારબાદનો કેટલાક કાળ પ્રથમસ્થિતિનો જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org