Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૨ ગાથા : ૭૫
છટ્ટો કર્મગ્રંથ કહેવાય છે. ગુણશ્રેણીનું આ અંતર્મુહૂર્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાલથી કંઈક મોટું જાણવું. એટલે કે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાલથી કંઈક અધિક કાલ પ્રમાણ નીચેની નિષેકરચનાવાળી સ્થિતિમાં ઉપરથી ઉતારેલાં દલિકોની ક્રમશઃ અસંખ્યાતગુણાકારે રચના કરે છે. નીચેની નિષેકરચનાના એક એક સમયમાં રહેલાં કર્મ દલિકો ઉદયવતીનાં સ્વોદયથી અને અનુદયવતીના પ્રદેશોદયથી જેમ જેમ ભોગવાતાં જાય છે. અને તે તે સમયની સ્થિતિ ખલાસ થતી જાય છે તેમ તેમ ઉતારાતું કર્મદલિક ગુણશ્રેણીના અંતર્મુહૂર્તમાં બાકી રહેલા સમયમાં જ આ જીવ ગોઠવે છે. પણ ગુણશ્રેણીના અંતર્મુહૂર્તકાલના સમયમાં વધારો થતો નથી. ગુણશ્રેણીના અંતર્મુહર્તકાલના છેલ્લા સમયને ગુણશ્રેણીનું મસ્તક કહેવાય છે. ગુણશ્રેણીમાં ઉપરની સ્થિતિમાંથી પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે દલિક ઉતારાય છે અને નીચેની સ્થિતિના નિષેકરચનાવાળા અંતર્મુહૂર્તના કાલમાં પ્રત્યેક સમયોમાં અસંખ્યાતગુણાકારે જ ગોઠવાય છે.
અપૂર્વસ્થિતિબંધ - પહેલાં કોઈ દિવસ ન કર્યો હોય તેવો હીન હીન જ સ્થિતિબંધ જ્યાં થાય, તેને અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિબંધ ચાલુ કર્યો, તે એક અંતર્મુહૂર્ત કાલ ચાલે છે. તે સમાપ્ત થયે છતે બીજો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના સંખ્યાતમા ભાગે જૂન જ કરે છે. બીજો સ્થિતિબંધ પૂર્ણ થયે છતે ત્રીજો સ્થિતિબંધ પણ પલ્યોપમના સંખ્યામા ભાગે અવશ્ય ચૂન જ કરે છે. આમ હીન હીન સ્થિતિબંધનું જે કરવું તે અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે. સ્થિતિઘાત અને અપૂર્વસ્થિતિબંધનો કાલ તુલ્ય જાણવો. બન્ને સાથે જ શરૂ થાય છે અને સાથે જ સમાપ્ત થાય છે. આવા પ્રકારનાં સ્થિતિઘાતાદિ આ અપૂર્વ કાર્યો જ્યાં થાય છે. તેના કારણે તે અધ્યવસાય સ્થાનોવાળા કાળને અપૂર્વકરણ કહેવાય છે.
ગ્રંથિભેદ = આવા પ્રકારની અપૂર્વકરણ સ્વરૂપ ક્યારેય નહી આવેલી પરમવિશુદ્ધિ વડે અનાદિકાલથી જીવમાં રૂઢ થયેલી, દુધ અને તીવ્રતર બનેલી “રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ ગાંઠનો” ઉચ્છેદ થાય છે. એટલે કે અનંતાનુબંધીના ઘરના તીવ્ર રાગ-દ્વેષના પરિણામો આ જીવમાં આવતા હતા. જે નવા ચીકણાં કર્મો બંધાવતા હતા. તે હવે આવા તીવ્ર રાગ-દ્વેષવાળા પરિણામો આ જીવને આવતા નથી. આજ સુધી આ જીવે આ રાગ-દ્વેષની તીવ્રતાવાળા પરિણામને મીઠા મધ જેવા સુખદાયી માન્યા હતા, આ જીવ તેમાં જ રાચતો હતો. હવે તે જીવને આ રાગ
ષના પરિણામ અનંત સંસારમાં રઝળાવનાર છે, એમ સમજાય છે. તેથી પેટમાં થયેલી ગાંઠની જેમ સાલે છે. માટે તેની તીવ્રતા કાપી નાખે છે. સોપારીના ચૂરાની જેમ રાગદ્વેષની ગાંઠનો ચૂરો કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org