Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૬ ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ રહે છે. કેટલાક આચાર્ય મહારાજશ્રીઓના મતે પ્રથમ સ્થિતિના ચરમ સમયે અને બીજા કેટલાક આચાર્ય મહારાજશ્રીઓના મતે તેના પછીના સમયે એટલે કે અંતરકરણમાં પ્રવેશના પ્રથમ સમયે મિથ્યાત્વમોહના ત્રિપુંજીકરણનું કામ કરે છે.
મિથ્યાત્વમોહનીયની પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં જ તેના બંધ-ઉદયનો વિચ્છેદ થાય છે. પ્રથમ ગુણસ્થાનક સમાપ્ત થાય છે. અંતરકરણમાં પ્રવેશ થાય છે. ત્યાં મિથ્યાત્વનાં દલિક ન હોવાથી સમ્યકત્વનું પ્રતિબંધક તત્ત્વ ચાલ્યું જવાના કારણે
સમ્યકત્વ” ગુણની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વ પામેલા આ જીવને સત્તામાં રહેલું મિથ્યાત્વમોહનું ઉપશાન થયેલું કર્મદલિક બીજી સ્થિતિની અંદર પડેલું છે. પણ તે ઉપશાન્ત કરેલું હોવાથી ઉદયમાં આવતું નથી. તેથી તે સમ્યકત્વને ઉપશમ સમ્યકત્વ અથવા ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. આજ સુધી ત્રણ કિરણો કરતો હતો ત્યારે જો કે મિથ્યાત્વની મંદતા થતી જતી હોવાથી ઘણી વિશુદ્ધિ થતી હતી. તો પણ સમ્યકત્વ પૂર્વકની અપૂર્વ વિશુદ્ધિ હવે આવી છે એટલે તે વિશુદ્ધિના બળે સત્તામાં રહેલી અને ઉપશાન કરેલી મિથ્યાત્વમોહનીયની નિષેકરચનાના સર્વ સમયોમાંથી થોડા-થોડા કર્મદલિકોના રસનો ઘાત કરી કરીને કેટલાંક દલિકોને મંદ બે ઠાણીયા રસવાળાં તથા એકઠાણીયા રસવાળાં કરે છે. તેને શુદ્ધપુંજ અથવા સમ્યકત્વમોહનીય કહેવાય છે. કેટલાંક દલિકોને મધ્યમ બે ઠાણીયા રસવાળાં કરે છે. તેને અર્ધવિશુદ્ધપુંજ અથવા મિશ્રમોહનીય કહેવાય છે. અને કેટલાંક દલિકો હજુ પૂર્વની જેવાં તીવ્ર રસવાળાં (તીવ્ર બે ઠાણીયો, ત્રણ ઠાણીયો અને ચાર ઠાણીયો રસ છે જેમાં તેવાં) રહે છે. તેને અશુદ્ધપુંજ અથવા મિથ્યાત્વમોહ કહેવાય છે. આ પ્રમાણે સમ્યકત્વગુણના પ્રભાવે સત્તાગત મિથ્યાત્વમોહનીયનાં દલિકોમાં પણ અપવર્તના કરણ પ્રવર્તાવવા દ્વારા ત્રિપુંજીકરણ કરવાનું કાર્ય બને છે.
૧ સમ્યકત્વમોહનીય = દેશઘાતી અને એકસ્થાનિક રસ ૨ સમ્યકત્વમોહનીય = દેશઘાતી અને મંદ ક્રિસ્થાનિક રસ ૩ મિશ્રમોહનીય = સર્વઘાતી અને મધ્યમ દ્રિસ્થાનિક રસ ૪ મિથ્યાત્વમોહનીય = સર્વઘાતી અને તીવ્ર દ્રિસ્થાનિક રસ ૫ મિથ્યાત્વમોહનીય = સર્વઘાતી અને ત્રિસ્થાનિક રસ ૬ મિથ્યાત્વમોહનીય = સર્વઘાતી અને ચતુઃસ્થાનિક રસ
સમ્યકત્વની પ્રાપ્તિના પ્રથમ સમયથી જ દ્વિતીય સ્થિતિગત ઉપશાન્ત થયેલ મિથ્યાત્વમોહના ઉપર પ્રમાણે ત્રણ પુંજ કરે છે. બંધવિચ્છેદના છેલ્લા કાળમાં બાંધેલું અને અનુપશાત એવું એક સમયનૂન બે આવલિકા પ્રમાણ મિથ્યાત્વમોહનીયનું જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org