Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૭૨
बावीसा एगुणं, बंधड़ अट्ठारसंतमनियट्टी । सत्तरस सुहुमसरागो, सायममोहो सजोगुत्ति ।। ७२ ।। द्वाविंशत्या एकोनां बध्नाति अष्टादशान्तमनिवृत्तिः । सप्तदश सूक्ष्मसरागः, सातममोहस्सयोगीति ।। ७२ ।।
ગાથાર્થ - અનિવૃત્તિ ગુણઠાણે ૨૨ થી આરંભીને એક-એક ન્યૂન કરતાં ૧૮ સુધી બાંધે છે. સૂક્ષ્મસંપરાયે ૧૭ બાંધે છે અને મોહિવનાના સયોગી ગુણઠાણા સુધીના જીવો એક સાતા જ બાંધે છે. ॥ ૭૨ ॥
વિવેચન આઠમા અપૂર્વકરણ ગુણઠાણાના છેડે હાસ્ય ચતુષ્કનો બંધવિચ્છેદ થવાથી નવમા ગુણઠાણાના પહેલા સમયથી ૨૨ નો બંધ શરૂ થાય છે. બંધને આશ્રયી નવમા ગુણઠાણાના પાંચ ભાગ કલ્પાય છે. એક-એક ભાગે એક-એક પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. પુરુષવેદ અને સંજ્વલન ક્રોધ-માન-માયાનો બંધવિચ્છેદ થતાં ૧૮ સુધીનો બંધ નવમે થાય છે. પહેલા ભાગે ૨૨ નો બંધ, પુરુષવેદ જતાં બીજા ભાગે ૨૧ નો બંધ, સં. ક્રોધ જતાં ત્રીજા ભાગે ૨૦ નો બંધ, સં. માન જતાં ચોથા ભાગે ૧૯ નો બંધ, અને સં. માયા જતાં પાંચમા ભાગે ૧૮ નો બંધ થાય છે. પાંચમા ભાગના ચરમ સમયે (એટલે કે અનિવૃત્તિકરણ નામના નવમા ગુણઠાણાના અંતિમ સમયે) સંજ્વલન લોભનો બંધવિચ્છેદ થતાં દશમા ગુણઠાણે ૧૭ નો બંધ થાય છે.
દશમા ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણીય ૫, અંતરાય ૫, દર્શનાવરણીય ૪, યશકીર્તિ ૧, અને ઉચ્ચગોત્ર ૧, આમ ૧૬ કર્મપ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થવાથી ૧૧ ૧૨ - ૧૩ મે ગુણઠાણે કેવલ ૧ સાતાવેદનીય જ બંધાય છે. અને તેના બંધનો તેરમાના છેડે વિચ્છેદ થાય છે. જેથી ચૌદમા ગુણઠાણે કોઈ પણ કર્મપ્રકૃતિ બંધાતી નથી.
.
-
Jain Education International
૧૨ ૧૩ જે ત્રણ
પ્રશ્ન - મૂલગાથામાં “સાયમમોદ” આટલું જ લખ્યું હોત તો ચાલત. કારણ કે “અમો” એટલે મોહ વિનાનાં ગુણઠાણાં, અને ૧૧ - ગુણઠાણાં સાતાના બંધ માટે લેવાં છે. તે ત્રણે અમોહ છે જ, તો સોવુત્તિ પદ લખવાની જરૂર શું ?
-
ઉત્તર
૧૧ - ૧૨ ૧૩ આમ ત્રણ ગુણઠાણે જ સાતાનો બંધ જણાવવો છે. ચૌદમે ગુણઠાણે સાતાનો બંધ થતો નથી એમ પણ જણાવવું છે. તેથી એકલું “અમો ” લખવાથી ૧૧ -
૧૨
૧૩
૧૪ ગુણઠાણાં આવી જાય છે એટલે
૨૨૩
-
.
-
.
For Private & Personal Use Only
www.jainelibrary.org