Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૯
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭૫ આ યથાપ્રવૃત્તકરણ અભવ્ય જીવો પણ ઘણીવાર કરે છે. પણ હવે અહીં અટકી જ જાય છે. ભવ્યમાં પણ ઘણા અટકી જાય છે. કોઈક જ જીવ આગળ ગ્રન્થિભેદ કરવા સમર્થ બને છે. આ યથાપ્રવૃત્તકરણ અંતર્મુહૂર્ત કાલપ્રમાણ હોય છે. અનંત જીવોએ આ યથાપ્રવૃત્ત કરણ કર્યું છે, કરે છે અને કરશે. યથાપ્રવૃત્તકરણના એક-એક સમયમાં ત્રણે કાલવર્તીિ અનંતજીવોના મળીને અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનો હોય છે. (ઘણા ઘણા જીવોના સરખા સરખા પણ અધ્યવસાયો હોય છે. તેથી અનંત જીવો હોવા છતાં પણ અધ્યવસાયો અસંખ્ય
જ હોય છે.) સરખા અધ્યવસાયસ્થાનો વાળાના બીજા-ત્રીજા અને ચોથા સમયમાં સરખા અધ્યવસાયસ્થાનો ન રહેવાથી પ્રતિસમયે થોડા થોડા અધ્યવસાય સ્થાનોની વૃદ્ધિ પણ થાય છે. તેથી તેનો આકાર વિષમચતુરસ્ત્ર
બને છે. એક સમયમાં વર્તતાં અસંખ્ય અધ્યવસાય સ્થાનોમાં પહેલા અધ્યવસાય સ્થાનની અપેક્ષાએ પછીના અધ્યવસાય સ્થાનોમાં વિશુદ્ધિ છ જાતની હોય છે જેને ષસ્થાનપતિત અર્થાત્ છઠ્ઠાણવડીયાં કહેવાય છે. પ્રથમ સમયમાં જ પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ તેની પાસેનાં કેટલાંક અધ્યવસાય સ્થાનો અનંતભાગ અધિક વિશુદ્ધિવાળાં, ત્યાર પછીનાં કેટલાંક અસંખ્યાત ભાગ અધિક વિશુદ્ધિવાળાં, તેની પછીનાં કેટલાંક સંખ્યાત ભાગ અધિક, પછીનાં કેટલાંક સંખ્યાત ગુણઅધિક, પછી કેટલાંક અસંખ્યાત ગુણ અધિક અને છેલ્લે કેટલાંક અનંતગુણ અધિક વિશુદ્ધિવાળાં હોય છે. પણ ઉત્કૃષ્ટથી જઘન્ય તરફ જઈએ તો આ જ રીતે, છ જાતની હાનિવાળી વિશુદ્ધિ હોય છે. આ છ પ્રકારને જ ષગુણહાનિ-વૃદ્ધિ, ષસ્થાનપતિત અથવા છઠ્ઠાણવડીયાં કહેવાય છે. આ જ પ્રમાણે યથાપ્રવૃત્તકરણના સર્વ સમયોમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો, અને તેમાં ષગુણ હાનિ-વૃદ્ધિવાળી વિશુદ્ધિ હોય છે. આ સઘળી “તિર્યમુખી વિશુદ્ધિ કહેવાય છે. કારણ કે પ્રત્યેક સમયોમાં જઘન્યથી ઉત્કૃષ્ટ તરફ, અથવા ઉત્કૃષ્ટથી જઘન્ય તરફ આમ તિચ્છ મુખે આ વિશુદ્ધિ જોવાની હોય છે.
હવે ઊર્ધ્વમુખી વિશુદ્ધિ આ પ્રમાણે છે. યથાપ્રવૃત્તકરણનો અંતર્મુહૂર્ત કાલ છે. તેનો સંખ્યાતમો ભાગ જાય ત્યાં સુધી પ્રતિસમયે જઘન્ય વિશુદ્ધિ અનુક્રમે અનંતગુણી છે. ત્યારબાદ પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી, ત્યારબાદ સંખ્યામાં ભાગ પછીના સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી, ત્યારબાદ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી, ત્યારબાદ કહી ગયેલ જઘન્ય વિશુદ્ધિના પછીના સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી એમ ઉપર એક ઉત્કૃષ્ટ અને નીચે એક જઘન્ય સ્થાનની વિશુદ્ધિ અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org